વિદેશી
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ઓસ્ટ્રેલિયા આગામી વર્ષે વિદેશી વિદ્યાર્થીઓ પરની ટોચ મર્યાદા 9% વધારીને 295,000 કરશે અને દક્ષિણપૂર્વ એશિયાના અરજદારોને પ્રાથમિકતા આપશે. રેકોર્ડ માઇગ્રેશનને કારણે ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે વિદેશી વિદ્યાર્થીઓ પરની મર્યાદા લાદીને માત્ર 270,000 વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા આપવાનો નિર્ણય કર્યો હતો.

સરકારે જણાવ્યું હતું કે નિયંત્રણ બહારના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં હાલની નીતિથી સફળતાપૂર્વક ઘટાડો થયો છે, તેથી 2026માં વધુ 25,000 વિદેશી વિદ્યાર્થીઓને સ્ટડી પરમિટ મળશે. ઓસ્ટ્રેલિયામાં ચીન અને ભારતના સૌથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે.

ઓસ્ટ્રેલિયાએ 2023 નાણાકીય વર્ષમાં લગભગ 600,000 સ્ટુડન્ડ વિઝા આપ્યા. કોવિડ-19 પછી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ રેકોર્ડ સંખ્યામાં ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે આવ્યાં હતાં.

2024માં વિદેશી વિદ્યાર્થીની સંખ્યા પર મર્યાદા ઉપરાંત સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝા ફી પણ બમણી કરી હતી. આ ઉપરાંત નિયમોમાં રહેલી છટકબારીઓને દૂર કરી હતી, જેનાથી તેઓ વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયામાં રોકાણને લંબાવવાનું મુશ્કેલ બન્યું હતું.

 

LEAVE A REPLY