ખેડૂતોના સમર્થનમાં એવોર્ડ પરત કરવા રાષ્ટ્રપતિભવન તરફ કૂચ કરી રહેલા ખેલાડીઓને પોલીસે રોક્યા હતા. (PTI Photo/Manvender Vashist)

ખેડૂતોના સમર્થનમાં 35 નેશનલ સ્પોર્ટસ એવોર્ડ પરત કરવા માટે રાષ્ટ્રપતિભવન તરફ જઈ રહેલા ખેલાડીઓને સોમવારે પોલીસે અધવચ્ચે અટકાવી દીધા હતા અને પાછા મોકલ્યા હતા. ખેલાડીઓની આગેવાની એશિયન ગેમ્સમાં બે વખત ગોલ્ડ મેડલ મેળવનારા કરતાર સિંઘે લીધી હતી. બીજી તરફ પંજાબી લેખક અને કવિ સુરજિત પાતરે પણ પદ્મશ્રી એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે.

પદ્મશ્રી અને અર્જૂન એવોર્ડ વિજેતા ભૂતપૂર્વ કુસ્તીબાજ કરતાર સિંઘ

કરતાર સિંઘની સાથે ભૂતપૂર્વ હોકી ખેલાડી ગુરમૈલ સિંઘ અને વુમેન હોકીના ભૂતપૂર્વ કેપ્ટન રાજબિર કૌર પણ હતા. કરતાર સિંઘને 1982માં અર્જૂન એવોર્ડ અને 1987માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. રાજબિરને 1984માં અર્જૂન એવોર્ડ મળ્યો હતો. આ ખેલાડીઓએ દિલ્હીમાં પ્રેસ ક્લબથી તેમની કૂચ ચાલુ કરી હતી, પરંતુ પોલીસે કૃષિ ભવન નજીક તેમને અટકાવ્યા હતા અને પાછા મોકલ્યા હતા.