નવી દિલ્હીમાં સિંઘુ બોર્ડર ખાતે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. (PTI Photo/Shahbaz Khan)

દિલ્હીમાં આંદોલનાકીર ખેડૂતોએ આઠ ડિસેમ્બરે આપેલા ભારત બંધના એલાનને ગુજરાતના પણ ઘણા સંગઠનોએ આ અંદોલનને ટેકો આપ્યો છે. ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે ગુજરાત કોંગ્રેસે પણ પોતાની રણનીતિ તૈયાર કરી છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ કોંગ્રેસના નેતાઓને આઠ ડિસેમ્બરે દરેક જિલ્લામાં એપીએમસી બંધ કરાવવાની સૂચના આપી છે. કોંગ્રેસે ખેડુતોના બંધને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો કે કાર્યકરો ઘર્ષણમાં ન ઉતરે. અમિત ચાવડાએ કોઈ સાથે સંઘર્ષ ન કરવાની સૂચના આપી છે. તેમણે નેતાઓને કહ્યું છે કે, ખેડૂતો અને વેપારીઓને સમજાવીને બંધમાં સહકાર માગવામાં આવે. તેમણે કોંગ્રેસ નેતાઓને ખેડૂતોને સાથે રાખી બંધ કરાવવા જવાનું પણ કહ્યું છે.

ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોના ભારત બંધને ટેકો આપવામાં આવ્યો છે. આઠ ડિસેમ્બરે બંન્ને માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. યાર્ડના દલાલ મંડળ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોના આંદોલનના ભારત બંધને સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, જામનગરનું હાપા માર્કેટ યાર્ડ કાલે ચાલું રહેશે