સેવા પખવાડા (17 સપ્ટેમ્બર – 2 ઓક્ટોબર)ના ભાગ રૂપે વોશિંગ્ટન ડીસીના ભારતીય દૂતાવાસ અને માય ભારત દ્વારા 28 સપ્ટેમ્બરના રોજ મેરીલેન્ડમાં વિકસીત ભારત રન 2025નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ 150થી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળોએ એકસાથે યોજાયો હતો જેમાં સેવા, તંદુરસ્તી અને સસ્ટેઇનીબીલીટીની વૈશ્વિક ઉજવણી કરવામાં આવી હતી. વોશિંગ્ટન ડીસી ખાતે યોજાયેલ દોડમાં ભારતીય ડાયસ્પોરા, સ્થાનિક સમુદાયો, વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ અને ભારતના મિત્રોનો ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ભારતે માળખાગત સુવિધાઓ, આરોગ્યસંભાળ, ટેકનોલોજી, શિક્ષણ અને સસ્ટેઇનીબીલીટી જેવા ક્ષેત્રોમાં હાંસલ કરેલી પરિવર્તનકારી પ્રગતિને વિકસીત ભારત રન રજૂ કરે છે. વોશિંગ્ટન ડીસી અને DMV વિસ્તારના સમુદાયે દોડમાં જોડાઈને વિકસીત ભારતના વિઝન પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા માટે બાંહેધરી આપી હતી.

“રાષ્ટ્રની સેવા કરવા માટે દોડો” થીમ હેઠળ, વોશિંગ્ટન ડીસી અને ડીએમવી વિસ્તારના લોકો કોમ્યુનીટી રન – વોક માટે ભેગા થયા હતા. ફિટનેસ પ્રવૃત્તિ કરતાં પણ વધુ, આ કાર્યક્રમ સેવા ભાવના આદર્શોની ઉજવણી કરે છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 2047માં વિકસીત ભારતના વિઝનનો પડઘો પાડે છે. તે ભારતના સ્વદેશી સિદ્ધાંતોને પણ મૂર્તિમંત કરે છે, જેમાં આત્મનિર્ભરતા, સમાવેશીતા અને પર્યાવરણીય જવાબદારી માટેના સામૂહિક આહ્વાનને રજૂ કરવામાં આવ્યું હતું.

દોડ ઉપરાંત, વોશિંગ્ટન ડીસી અને ડીએમવી વિસ્તારના સમુદાય દ્વારા “એક પેડ મા કે નામ” અભિયાનને પણ અપનાવી મેરીલેન્ડના જૈન મંદિરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY