ફાઇલ ફોટો (Photo by AAMIR QURESHI/AFP via Getty Images)

પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલા ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સમાં બુધવાર, 20 માર્ચે બલૂચ અલગતાવાદીઓ બળજબરીથી ધુસ્યા હતાં અને ફાયરિંગ ચાલુ કર્યું હતું. વિસ્તારમાં અનેક વિસ્ફોટોના પણ અહેવાલ મળ્યાં હતાં. સુરક્ષા દળોની કાર્યવાહીમાં આઠ વિદ્રોહીના મોત થયાં હતાં. પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના મજીદ બ્રિગેડે આ હુમલાની જવાબદારી લીધી હતી. આ પોર્ટ ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)નો એક હિસ્સો છે.

મકરાનના કમિશનર સઈદ અહેમદ ઉમરાનીને ટાંકીને ડોનડોટકોમે અહેવાલ આપ્યો હતો કે પોલીસ અને સુરક્ષા દળોની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને જોરદાર ફાયરિંગ ચાલુ થયું હતું. સુરક્ષા દળોએ ગ્વાદર પોર્ટ ઓથોરિટી (GPA) સંકુલ પરના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો અને આઠ હુમલાખોરોને ઠાર કર્યા હતાં. પોર્ટ સંકુલમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતી વખતે હુમલાખોરોનો સફાયો કરાયો હતો.

ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદે આવેલા બલૂચિસ્તાનમાં લાંબા સમયથી હિંસક બળવો ચાલી રહ્યો છે. બલૂચ વિદ્રોહી જૂથોએ અગાઉ પણ 60 બિલિયન ડોલરના ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટને નિશાન બનાવીને અનેક હુમલા કર્યા છે. CPECના નેજા હેઠળ ચાલી રહેલા અનેક પ્રોજેક્ટ પર હજારો ચીની કર્મચારીઓ પાકિસ્તાનમાં કામ કરી રહ્યા છે.

અલગતાવાદી BLA બલૂચિસ્તાનમાં ચીનના રોકાણનો વિરોધ કરે છે. બલૂચિસ્તાનના લોકો માને છે કે ચીન અને પાકિસ્તાન પર સમૃદ્ધ પ્રાંતનું શોષણ કરી રહ્યાં છે.

સરકાર સરહદ પારના આતંકવાદના કોઈપણ કૃત્યને સહન કરશે નહીં તેવા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના નિવેદનના બીજા દિવસે આ હુમલો થયો છે. સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝના વાર્ષિક સુરક્ષા અહેવાલ મુજબ પાકિસ્તાને 2023માં 789 આતંકવાદી હુમલાઓ થયા હતા. આ હુમલા અને આતંકવાદ વિરોધી કાર્યવાહી સંબંધિત હિંસામાં 1,524ના લોકોના મોત થયા છે અને 1,463 ઘાયલ થયા છે. આ આંકડો છ વર્ષમાં સૌથી ઊંચો છે.

 

LEAVE A REPLY

2 × five =