બીબીસીએ તેના વાર્ષિક અહેવાલના ભાગરૂપે તેના સૌથી વધુ વેતન મેળવતા સ્ટાર પ્રેઝન્ટર્સની નવીનતમ પગારની સૂચિ પ્રકાશિત કરી છે. કેટલાક અગ્રણોના પગારમાં વધારો થયો છે, જ્યારે અન્ય લોકોને યાદીમાંથી પડતા મૂકાયા છે.

અહીં એવા પ્રેઝન્ટર્સની યાદી રજૂ કરાઇ છે જેમણે 2019-2020માં બીબીસીમાં £150,000થી વધુની કમાણી કરી હતી અને તેમના પગાર વાર્ષિક અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે:

જ્યોર્જ અલાગિઆએ £325,000થી £329,999 વચ્ચેનો પગાર મેળવ્યો હતો. તેઓ ન્યુઝ એટ સીક્સ અને ન્યુઝ એટ ટેન રજૂ કરે છે. 2018/2019માં તેમનો પગાર £315,000થી £319,999 વચ્ચે હતો. તેઓ કોલંબોમાં જન્મેલા છે અને શ્રીલંકન માતા-પિતાનું સંતાન છે.

જેસન મોહમ્મદએ £285,000થી £289,999 વચ્ચેનો પગાર મેળવ્યો હતો. તેઓ ડેઇલી બીબીસી વેલ્સ પ્રોગ્રામ અને બીબીસી વેલ્સના ટીવી આઉટપુટ, ફાઇનલ સ્કોર, અન્ય ફૂટબોલ, ધ બોટ રેસ, રેડિયો 2 નો ગુડ મોર્નિંગ સન્ડે કાર્યક્રમ રજૂ કરે છે. 2018/2019માં તેમનો પગાર £355,000થી £359,999 વચ્ચે હતો. તેમના પિતા પાકિસ્તાની અને માતા વેલ્સના છે.

મીશેલ હુસેનએ £265,000થી £269,999 વચ્ચેનો પગાર મેળવ્યો હતો. તેઓ રેડિયો 4નો ટુડે પ્રોગ્રામ, બીબીસી વન પ્રેઝન્ટીંગ, રેડિયો 4નો ફ્રોમ અવર હોમ કોરસપોન્ડન્ટ રજૂ કરે છે. 2018/2019માં તેમનો પગાર £255,000થી £259,999 વચ્ચે હતો. તેઓ પાકિસ્તાની મૂળના છે.

ટીના ડહેલીએ £255,000થી £259,999 વચ્ચેનો પગાર મેળવ્યો હતો. તેઓ રેડિયો 2 બ્રેકફાસ્ટ શો, બીયોન્ડ ટુડે પોડકાસ્ટ, બીબીસી વન ન્યૂઝ, બીબીસી બ્રેકફાસ્ટ કવર, બીબીસી વર્લ્ડ સર્વિસનો ધ કલ્ચરલ ફ્રન્ટલાઈન, ચૂંટણી કાર્યક્રમ, વુમન અવર માટે કવરેજ કરે છે. 2018/2019નો તેમનો પગાર £185,000થી £189,999 વચ્ચે હતો. ટીના ડહેલી એક શીખ પરિવારમાંથી આવે છે અને તેનો ઉછેર વેસ્ટ લંડનના પેરિવેલમાં થયો હતો.

અમોલ રાજને £205,000થી £209,999 વચ્ચેનો પગાર મેળવ્યો હતો. તેઓ મીડિયા એડિટર, રેડિયો 4નો મીડિયા શો, રેડિયો 2, રેડિયો 4ના સ્ટાર્ટ ઓફ ધ વિક અને ટીવી ડોક્યુમેન્ટરી પર કામ કરે છે. 2018/2019માં તેમનો પગાર £210,000થી £214,999 વચ્ચેનો હતો. રાજનનો જન્મ ભારતના કલકત્તામાં હિન્દુ પરિવારમાં થયો હતો અને તેઓ ત્રણ વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર ઈંગ્લેન્ડ ગયો હતો. તેમનો ઉછેર સાઉથ લંડનના ટૂટીંગમાં થયો હતો.

વિખ્યાત નાગા મુન્ચેટ્ટી £195,000થી £199,999, રીટા ચક્રવર્તી £180,000થી £184,999, નિહાલ આર્થનાયકે £170,000 થી £174,999 અને ફૈઝલ ઇસ્લામ £155,000 થી £159,999 પગાર મેળવે છે.