બીબીસીના ગ્રુપ કમર્શિયલ ડાયરેક્ટર બલ સામરાએ 30 વર્ષની સફળ કારકિર્દી પછી બીબીસીમાંથી વિદાય લેવાની ઘોષણા કરી છે. તેઓ બીબીસીમાં આવેલા પરિવર્તન માટે કેન્દ્રસ્થાને રહ્યા હતા. જેમાં બીબીસી ન્યૂઝથી લઇને બીબીસી આઇપ્લેયર અને તાજેતરમાં બ્રિટબૉક્સ સુધી સંખ્યાબંધ પ્રેક્ષક સેવાઓ પ્રદાન કરવામાં આવે છે.

બલની કારકિર્દી વિસ્તૃત રહી છે, જેની શરૂઆત 1990ના દાયકામાં કરંટ અફેર્સથી થઈ હતી અને બીબીસી ન્યૂઝ ઑનલાઇન, ન્યૂઝ 24 અને રેડિયો 5 લાઇવ સહિત નવીન કાર્યક્રમો રજૂ કર્યા હતા.

2000ના દાયકામાં તેઓ બીબીસી આઈપ્લેયર પાછળના આર્કિટેક્ટ્સમાંના એક હતા અને બીબીસી ગ્રુપ કમર્શિયલ ડિરેક્ટર તરીકે બીબીસીની ભૂમિકામાં આગળ વધતાં પહેલાં, તેઓ મુખ્ય ટ્રાન્સફોર્મેશનના અગ્રણી ટીવીમાં એક દાયકાથી વધુ સમય આપ્યો હતો.

બીબીસીના ડાયરેક્ટર જનરલ, ટિમ ડેવીએ કહ્યું હતું કે “બલે આપણા ઉદ્યોગને નોંધપાત્ર બનાવ્યો છે. તેમની વ્યાપારીક કુશળતાને બ્રોડકાસ્ટિંગ ઉદ્યોગમાં બહોળા પ્રમાણમાં માન આપવામાં આવે છે. અમે બલને તેમના ભાવિ માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને બીબીસીમાં તેમના શ્રેષ્ઠ યોગદાન બદલ તેમનો આભાર માનું છું.

બલે કહ્યું હતું કે ‘’હવે પછીનો સમય મારા મોટા સાહસનો સમય છે. હું આવતા મહિનાઓમાં વિકાસ કરવા માટે ઘણા બધા વિચારો રાખું છું. કહેવાની જરૂર નથી કે મને બીબીસીમાં એક સુંદર અને પ્રેરણાદાયક સમય મળ્યો છે અને તેણે મને આપેલી તકો અને ટેકા માટે હંમેશા આભારી રહીશ.”

બીબીસી ટેલિવિઝનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે, તેઓ પરિવર્તન માટે અગ્રેસર હતા.