BCCIએ ગુરુવારે ખેલાડીઓનું કોન્ટ્રેક્ટ લિસ્ટ જાહેર કર્યું છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને આ લિસ્ટમાંથી બહાર કરી દેવાયા છે. ધોનીને ગત વર્ષે A ગ્રેડ કોન્ટ્રેક્ટ મળ્યો હતો. આ વર્ષે વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને જ બોર્ડે A પ્લસ ગ્રેડમાં રાખ્યા છે. ગત વર્ષે પણ આ ત્રણ ખેલાડીઓ A પ્લસ ગ્રેડમાં હતા. આ વર્ષે બોર્ડે 27 ખેલાડીઓ સાથે કરાર કર્યો છે. BCCIના કોન્ટ્રેક્ટ લિસ્ટમાં પહેલી વખત મયંક અગ્રવાલ, નવદીપ સૈની, દીપક ચાહર, શાર્દૂલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરને સામેલ કરવામાં આવ્યા છે. મયંકને ગ્રેડ બીમાં સ્થાન મળ્યું છે. અન્ય ખેલાડીઓને ગ્રેડ Cમાં સામેલ કરવામાં આવ્યા છે. રિદ્ધિમાન સાહા અને કેએલ રાહુલને બોર્ડેપ્રમોટ કર્યા છે. રાહુલ ગત વર્ષે ગ્રેડ Bમાં હતા, આ વખતે તેમને A ગ્રેડમાં સામેલ કરવામાં આવ્યા છે. સાહા ગ્રેડ સીમાં સામેલ હતા, તેમણે આ વખતે ગ્રેડ Cમાં સ્થાન મળ્યું છે.