અમિતાભ બચ્ચને તાજેતરમાં સોશિયલ મીડિયામાં ભારતની ગૃહિણીઓને સમર્પિત એક લાંબી પોસ્ટ લખી હતી. તેમણે પોતાના બ્લોગમાં આ અંગે લખ્યું હતું. તેમણે પોતાના લોકપ્રિય ક્વિઝ શો- ‘કૌન બનેગા કરોડપતિ’માં દર્શક તરીકે આવતી ભારતની ગૃહિણીઓ વિશે વાત કરતા લખ્યું કે જ્યારે પણ તેઓ પૂછે છે કે, તેઓ શું કરે છે તો તેમને ઘણા દબાયેલા સ્વરે જવાબ મળે છે કે તેઓ હોમમેકર છે.
અમિતાભે આગળ પૂછ્યું, આ રીતે ધીમા સ્વરે બોલો તેના બદલે, એ લોકોએ ગૌરવથી કહેવું જોઈએ કે, તેઓ હોમમેકર્સ છે. “કેમ, કેમ આ રીતે દબાયેલા સ્વરે બોલો છો? નહીં!! તમે દબાયેલા સ્વરે ક્યારેય ન બોલશો! ગર્વથી કહો કે તમે હોમમેકર્સ છો!!”. આગળ અમિતાભ બચ્ચને કહ્યું કે ઘર સંભાળવું એ સરળ નથી.
ઘરની દેખરેખ રાખવી, પતિ અને બાળકોનું ધ્યાન રાખવું, બધા માટે રસોઈ બનાવવી, બાકી ઉપરાંત બીજા બધાં જ કામ જોવા. આ કોઈ સરળ કામ નથી.” અમિતાભ બચ્ચને કોરોનાના સમયગાળાને યાદ કરતાં કહ્યું કે, મહામારીમાં પુરુષો પણ સમજી ગયા છે. તેમણે લખ્યું, “કોવિડના સમયે બધા જ પુરુષોને ખબર પડી ગઈ કે પત્ની ઘરમાં કેટલું કામ કરે છે, જે બધું કામ પત્ની કરતી હતી, એ બધું જ્યારે જાતે કરવું પડ્યું તો એમને પણ સમજાયું!!”













