ઇસ્કોન ભક્તિવેદાંત મનોરના ચેરિટી વિભાગ- ધ લોટસ ટ્રસ્ટે યુક્રેનમાં યુદ્ધની સ્થિતિથી અસર પામેલા લોકોને માનવતાવાદી મદદ કરવા માટે તેમના મંદિરો અને સંલગ્ન સંસ્થાઓના નેટવર્ક દ્વારા પ્રયાસો શરૂ કર્યા છે.

યુક્રેનની સરહદો પર ભોજન વિતરણ કેન્દ્રોને મદદ કરવા માટે ભંડોળ એકત્ર કરવાનું અગાઉથી જ શરૂ થઈ ગયું છે. યુક્રેનની સરહદે આવેલા દેશોમાં સ્થિત ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્સિયસનેસ (ઇસ્કોન)ના ભક્તો દ્વારા સરહદો પાર કરતા લોકોને નિશૂલ્ક ભોજન અને અન્ય મદદ આપવામાં આવી રહી છે.

લોટસ ટ્રસ્ટના ચેરમેન ડો. સંજીવ અગ્રવાલે જણાવ્યું હતું કે, એકત્ર કરાયેલું ભંડોળ યુદ્ધથી અસર પામેલા લોકો માટે સીધું જ મોકલવામાં આવે છે.

‘અમારા કામના પ્રથમ તબક્કામાં યુક્રેનમાંથી બહાર આવતા શરણાર્થીઓને મદદ કરવાનો છે. અમે હંગેરી અને રોમાનિયામાં ખાસ કરીને ગરમ ભોજન આપવા માટે ઇસ્કોન કેન્દ્રો સાથે સહયોગ સાધી રહ્યા છીએ. અમે તેમને દિવસમાં ઓછામાં ઓછા દસ હજાર સુધી ભોજન વધારવામાં મદદ કરી રહ્યા છીએ.’

‘જેમ અને ઝડપથી યુક્રેનમાં જવાની મળશે તેમ બીજા તબક્કામાં યુક્રેનની અંદર જ લોકોને મદદ કરીશું. અંતે તો અમે વ્યક્તિઓ અને પરિવારોને તેમના વતનમાં પરત લાવવામાં મદદ કરવા ઇચ્છીએ છીએ. અમે સીધા અસરગ્રસ્ત વિસ્તારો માટે સ્થાનિક ચેરિટી સંસ્થાઓ સાથે કામ કરી રહ્યા છીએ. અમે લોકોને ઉદારતાથી દાન આપવા જાહેર વિનંતી કરીએ છીએ.’

ભક્તિવેંદાન્ત મેનોર મંદિરના પ્રેસિડેન્ટ હર ગ્રેસ વિશાખા દાસીએ જણાવ્યું હતું કે, ‘અમારા સમગ્ર સમૂદાયે અને બહાર જ્યાં તેની સૌથી વધુ જરૂર છે ત્યાં મદદ માટે કરુણા અને ઉદારતા સાથે કામ કર્યું છે, આ સંઘર્ષના ઉકેલ માટે દરરોજ પ્રાર્થના કરવામાં આવે છે.’ દાન અથવા મદદ કરવા માટેની વધુ માહિતી લોટસ ટ્રસ્ટની વેબસાઈટ www.thelotusrust.org પર ઉપલબ્ધ છે.