ટોકિયો ઓલિમ્પિક્સમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતનારા જેવલિન થ્રોઅર નીરજ ચોપરા સહિત મેડલ વિજેતા ખેલાડીઓ સોમવારે ભારત પરત ફર્યા હતા. દિલ્હી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. (PTI Photo)

ટોકિયો ઓલિમ્પિક્સમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતનારા જેવલિન થ્રોઅર નીરજ ચોપરા સહિત મેડલ વિજેતા ખેલાડીઓ સોમવારે ભારત પરત ફર્યા હતા. દિલ્હી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની એક ઝલક જોવા માટે તેમના ચાહકોએ પડાપડી કરી હતી.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એસએઆઈ)ના ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાન અને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા આદિલ સુમારીવાલા સહિત અન્ય અધિકારીઓએ એરપોર્ટ્સ પર ખેલાડીઓને આવકાર્યા હતા.
એરપોર્ટ પર ખેલાડીઓના ચાહકો, પરિવારના સભ્યો અને કેટલાક સ્થાનિક રાજકીય આગેવાનો પણ હતા. એરપોર્ટની બહાર મોટી સંખ્યામાં ચાહકોની ભીડ એકઠી થઈ હતી. લોકોએ ડાન્સ કર્યો હતો અને સ્લોગનો બોલીને તેમને આવકાર્યા હતા.

ભારતે ટોકિયોમાં સાત મેડલ જીત્યા હતા. ભાલાફેંકમાં નીરજ ચોપરાએ ગોલ્ડ, વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ અને રેસલર રવિ દહિયાએ સિલ્વર મેડલ જીત્યા હતા. જ્યારે બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, મહિલા બોક્સર લવલીના, રેસલર બજરંગ પુનિયા અને પુરૂષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જોકે, નીરજ ચોપરા ટ્રેક એન્ડ ફિલ્ડમાં ગોલ્ડ મેડલ જીતનારો પ્રથમ ભારતીય બન્યો છે.