વર્ષ 1971 ભારત-પાકિસ્તાન યુદ્ધ પર બનેલી ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ ને આ વર્ષે 14 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે. 14 ઓગસ્ટના દિવસે પાકિસ્તાની લોકો પોતાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા હશે, ઠીક તે સમયે જ ભારતના સિનેમાઘરોમાં અજય દેવગણ, સંજય દત્ત જેવા કલાકાર પાકિસ્તાની ફોજને ઘૂટણીયે બેસાડી દેશે. નિર્દેશક અભિષેક ધૂલીયાએ પોતાની આગામી ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’નો ફર્સ્ટ લુક જારી કરી દીધો છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અદા કરી રહેલા અજય દેવગણ ધાકડ વાયુસેના અધિકારીના લુકમાં જોવા મળશે. તેણે ભારતીય વાયુસેનાની પ્રાઇડ ડેટ લગાવી રાખી છે.

તેની પાછળ ભારતીય વાયુસેનાનું એક પ્લેન જોવા મળી રહ્યું છે. જેના પર ભારતીય તિરંગો શાનથી લહેરાઇ રહ્યો છે. વર્ષ 1971 ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું બંન્ને દેશોની સરહદો પર સતત બોમમારો થઇ રહ્યો હતો. આ દરમિયાન ગુજરાતનાં ભુજમાં પણ પાકિસ્તાની એકફોર્સે બોમમારો કર્યો હતો. પાકિસ્તાન દ્વારા સતત 18 બોમ ફેંકવામાં આવ્યા, જેના કારણે ભુજમાં ઇન્ડિયન એરફોર્સનો રન-વે સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો. હવે ઇન્ડિયન એરફોર્સ આ રન-વે પરથી હુમલો કરવાની સ્થિતિમાં ન હતું.

સ્થિતિ એવી બની ગઇ હતી કે, જો ભારત આગામી બે દિવસમાં ભુજ એરપોર્ટથી હુમલો ના કરી શકે તો પાકિસ્તાન કચ્છને બરબાદ કરી નાંખતું.આવી સ્થિતિમાં કચ્છની 300 મહિલાઓ મદદમાં આવી. તેમણે દિવસ-રાત મહેનત કરી અને 71 કલાકની અંદર રન-વેને બનાવી નાંખ્યો. જેના પછી ભારત વળતો હુમલો કરવાની સ્થિતિમાં આવી ગયું અને યુદ્ધનું પરિણામ એ રહ્યું કે, પાકિસ્તાનનાં બે ટૂકડા થઇ ગયા અને નવો દેશ બન્યો બાંગ્લાદેશ.