(Getty Images)

વિશ્વની અગ્રણી સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સના પિતા બિલ ગેટ્સ સીનિયરનું 94 વર્ષની વયે નિધન થઇ ગયુ છે. ગેટ્સ પરિવાર તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બિલ ગેટ્સ સીનિયર અલ્ઝાઇમરની બિમારીથી પીડાતા હતા અને ઘણાં સમયથી નાદુરસ્ત હતા.

સફળ વકીલ રહી ચૂકેલા બિલ ગેટ્સ સીનિયરે સિએટલના વુડ કેનાલ વિસ્તારમાં આવેલા પોતાના બીચ હાઉસમાં અંતિમ શ્વાસ લીધાં. પિતાના મૃત્યુ પર બિલ ગેટ્સે ટ્વીટ કર્યુ, મારા પિતા અસલી બિલ ગેટ્સ હતા. તેઓ તે શખ્સ હતાં જેની જેવો હું હંમેશા બનવા માગતો હતો. હું હવે તેમને દરરોજ યાદ કરીશ.