ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગના જણાવ્યા મુજબ 4 જાન્યુઆરીએ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 4 જાન્યુઆરીએ બપોરે 3:00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે ભાજપા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ 04:00 વાગ્યે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા,ગાંધીનગર ખાતે તેમની વિશેષ ઉપસ્થિતિમાં તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ,મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ભાજપાની પ્રદેશ બેઠક યોજાશે.