Represents Getty Images)

બ્રિટનના નેશનલ મિનિમમ વેજમાં આ વર્ષે 6%નો વધારો કરાશે, જેથી તા. 1 એપ્રિલથી એક કલાકનો પગાર 8.74 પાઉન્ડ થશે એવી સરકારે જાહેરાત કરી હતી. આ વેતન વધારાથી ફૂલ ટાઇમ કામ કરતી વ્યક્તિને એક વર્ષમાં 930 પાઉન્ડ વધારે મળશે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે સખત મહેનતનો બદલો હંમેશા ચૂકવવો જોઇએ, પરંતુ ઘણા લાંબા સમય સુધી લોકોને પોતાના પગારમાં વધારો મળ્યો નહોતો. બ્રિટનનો બેરોજગારીનો દર 1970ના દાયકાથી સૌથી નીચો ગયો છે અને રોજગારી તાજેતરમાં વિક્રમજનક સપાટીએ પહોંચી છે. અત્યારે 25થી વધુ વયના લોકોને કલાકના 8.21 પાઉન્ડ વેતન મળે છે. યુવાનો માટેના ન્યૂનતમ વેતન દરમાં પણ તેમની વયના આધારે 4.6% થી 5.5%નો વધારો થશે. જ્હોન્સને ચૂંટણી પહેલા વચન આપ્યુ હતુ કે 2024 સુધીમાં ઓછામાં ઓછું વેતન એક કલાકના 10.50 પાઉન્ડ કરાશે.