વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે નવી દિલ્હીમાં મળેલી કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. વડાપ્રધાન રવિવારે સુરત એરપોર્ટનાં અપગ્રેડ કરવામાં આવેલા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદઘાટન કરશે. દુબઈ અને હોંગકોંગની એર કનેક્ટિવિટી જાહેર કરાયા પછી સુરતને હવે વધુ ઇન્ટરનેશનલ ફ્લાઈટ મળશે. આ નવા સિમાચિહ્નથી સુરત હવે ડાયમંડ મેન્યુફેક્ચરિંગની સાથે ટ્રેડિંગનું પણ હબ બનશે તેમ સ્થાનિક ઉદ્યોગપતિઓ અને વેપારીઓનું માનવું છે. આ મહત્ત્વના નિર્ણયથી સુરતને હીરાના ટ્રેડિંગમાં નવી દિશા મળી શકશે, તેવું ઉદ્યોગકારોનું માનવું છે.
રાજ્યની આર્થિક રાજધાની ગણાતા સુરત શહેરને વર્ષો સુધી એરપોર્ટ અને આંતરરાષ્ટ્રીય એર કનેક્ટિવિટી માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. પહેલાં સુરતને એરપોર્ટ મળ્યું, ત્યારબાદ ડોમેસ્ટિક કનેક્ટિવિટી અને કસ્ટમ એરપોર્ટ તરીકે એક માત્ર શારજાહની ફ્લાઈટ મળી હતી. સુરતમાં ડાયમંડ ટ્રેડિંગ માટે મુંબઈને સમાંતર ડાયમંડ બુર્સ જેવું વિશાળ પરિસર પણ તૈયાર થઈ ચૂક્યું હતું. તેમ છતાં ઇન્ટરનેશનલ કનેક્ટિવિટીની ખોટ સાલતી હતી.

ત્રણ મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન માટે સમય ફાળવવાની વિનંતી કરવા ગયેલા સુરતના ડાયમંડ ઉદ્યોગકારોને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી અને ઇન્ટરનેશનલ એરપોર્ટની ખાતરી મળી હતી.

LEAVE A REPLY

4 + 11 =