કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટુડ્રો અને યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કીએ 8મે 2022ના રોજ યુક્રેનના કીવમાંથી જી-7 દેશોના નેતાઓની વીડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. Ukrainian Presidential Press Service/Handout via REUTERS

રશિયાના આક્રમણને પગલે યુક્રેન માટે પોતાનું સમર્થન આપવા માટે અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઇડન અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટુડ્રો સહિતના વૈશ્વિક નેતાઓએ આકસ્મિક યુક્રેનની મુલાકાત લીધી હતી.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડ્રોએ યુક્રેનની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. યુક્રેનના મીડિયા ગૃહ અને ઇરપિનના મેયર એલેક્ઝાન્ડર માર્કુશીનને ટુડ્રોની ઇરપિન મુલાકાતની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે લોકોના ઘરોને થયેલા નુકસાનને જોઇને કેનેડાને વડાને આઘાત લાગ્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે રશિયાએ યુદ્ધના પ્રારંભમાં ઇરપિન પર હુમલા કર્યા હતા અને ભારે વિનાશ વેર્યો હતો. ઇરપિનના મેયરે ટુડ્રોની મુલાકાતના ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા. ટુડ્રોની ઓફિસે પણ આ મુલાકાતને પુષ્ટી આપતા એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન યુક્રેનના પ્રેસિન્ટ ઝુલેન્સ્કીને મળવા માટે યુક્રેનમાં છે અને યુક્રેનના લોકો માટે કેનેડાના નિરંતર સપોર્ટની ફરી પ્રતિબદ્ધતા આપી છે.

જિલ બાઇડને યુક્રેનના ફર્સ્ટ લેડી સાથે મધર-ડે ઉજવ્યો

Susan Walsh/Pool via REUTERS

અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઇડને પણ રવિવારે પશ્ચિમ યુક્રેનની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી અને યુક્રેનના ફર્સ્ટ લેડી ઓલેના ઝેલેન્સ્કી સાથે મધર ડેની ઉજવણી કરી હતી. જિલ બાઇડેને સંપૂર્ણ ગુપ્તતા સાથે મુસાફરી કરી હતી. રશિયા સાથેના આશરે 10 સપ્તાહ લાંબા આ યુદ્ધ દરમિયાન યુક્રેનમાં પ્રવેશ કરનારા અમેરિકાના આ નવા હાઇપ્રોફાઇલ નેતા છે. જિલ બાઇડને યુક્રેન સરહદ પર આવેલા સ્લોવાકિયાના ગામડામાંથી એક વાહન મારફત ઉઝહોરોડ નામના શહેરમાં ગયા હતા.