ફાર્મા ઇન્ડસ્ટ્રી કોરોના વાઇરસની મહામારી સામે લડાઈ લડી રહી છે ત્યારે ફાર્મા કંપનીઓ સામે નવો પડકાર આવ્યો છે. ચીનને કિ સ્ટાર્ટિંગ મટેરિયલ્સ (KSM)ના ભાવમાં 20 ટકા સુધીનો વધારો કર્યો છે. તેનાથી ભારતની ફાર્મા કંપનીઓના દવા મોંઘી બનવાની શક્યતા છે. ભારતની ફાર્મા કંપનીઓ દવાના ઉત્પાદન માટે KSM અને એક્ટિવ ફાર્માસ્યુટિક્લ ઇન્ગેડિયન્ટ (એપીઆઇ) બંનેની ચીનમાંથી આયાત કરે છે.

આયાતી KSMsના ભાવમાં વધારાને કારણે ભારતમાં સ્વદેશી એપીઆઇ ઉત્પાદનને અસર થશે અને તેનાથી ઉત્પાદનખર્ચમાં વધારો થશે. તેનાથી વૈશ્વિક બજારમાં ભારતના APIs ચીન કરતાં મોંઘી બનશે. ભારતની ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ આશરે 70 ટકા કેમિકલ ઇન્ગ્રેડિયન્ટની આયાત કરે છે અને ખર્ચના દબાણનો સામનો કરવાનો પડકાર આવશે. પેનિસિલિન જેવી કેટલાંક લાઇફ સેવિંગ દવા માટે ચીનની આયાત પરનું અવલંબન 90 ટકા જેટલું ઊંચું છે.

સ્વદેશી ઉત્પાદનમાં વધારો કરવા અને આત્મનિર્ભરતામાં વધારો કરવા સરકારે તાજેતરમાં મહત્ત્વના 50 એપીઆઇના ઉત્પાદન માટે પ્રોત્સાહન સ્કીમ લોન્ચ કરી હતી. લદ્દાખમાં ચીની સેના સાથેની અથડામણ બાદ ભારત ચીનને સબક શીખવાડવા આત્મનિર્ભર બનવાની દિશામાં ઝડપથી પગલાંઓ ભરી રહ્યું છે, ત્યારે ચીને આ હિલચાલ કરી છે. ભારત ખુબ જ મોટા પાયે દવાઓનું ઉત્પાદન કરે છે, પણ તેના માટે જરૂરી રો મટિરિયલ API (Active Pharmaceutical Ingredients) અને KSM (Key Starting Materials)ની આયાત ચીનથી કરવામાં આવે છે.

ભારત APIનું મોટાપાયે ઈમ્પોર્ટ કરે છે. APIને બેઝિક ફાર્મ ઈન્ગ્રીડિયન્ટ કહેવાય છે. તેની મદદથી દવા તૈયાર થાય છે. એપીઆઈની કિંમત હાલ પ્રી કોવિડ લેવલ પર પહોંચી ચૂકી છે. ભારત જરૂરિયાતનો 70-80 ટકા માલ ચીનથી ઈમ્પોર્ટ કરે છે