Getty Images)

અમેરિકામાં એક ચીની નાગરિકને ટ્રેડ સીક્રેટ ચોરી કરવાના આરોપમાં ઝડપી પડાયો છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં આ અંગેની માહિતી આપી છે. આ ધરપકડ પછી અમેરિકા અને ચીનના સંબંધમાં તણાવ વધી શકે છે. બન્ને દેશ એક બીજાના ઘણા લોકોને છેલ્લા ઘણા દિવસોથી દેશ છોડવાનો આદેશ આપી ચુક્યા છે. નિવેદન પ્રમાણે, હૂની જે વખતે ધરપકડ કરવામાં આવી ત્યારે તે ચીન જતી એક ફ્લાઈટમાં બેસવાની તૈયારી કરી રહ્યો હતો. તેનો બોર્ડિંગ પાસ પણ તૈયાર થઈ ગયો હતો.

જો કે, પોલીસે એ માહિતી નથી આપી કે હૂ સાથે બીજું કોણ હતું અને હજુ સુધી એ પણ સામે આવ્યું નથી કે તે કઈ કંપનીઓ માટે કામ કરી રહ્યો હતો. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, હૂએ એવા કોમ્પ્યુટર્સમાંથી માહિતી મેળવી છે જ્યાં તેની પહોંચ નહોતી. ન તો તેને આ પ્રકારની મંજૂરી હતી. જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, હૂ બે વર્ષ પહેલા પહેલી વખત અમેરિકા આવ્યો હતો. તેણે પોતે બાયોટેકનો રિસર્ચર હોવાનું કહ્યું છે. પરંતુ તેણે ગેરકાયદે સોફ્ટવેર કોડ તૈયાર કર્યા અને તેના દ્વારા ટ્રેડ સીક્રેટ ચોરી કરવાનો પ્રયાસ કર્યો.

તેની પાસેથી શંકાસ્પદ સામાન પણ મળી આવ્યો છે. આરોપી ઘણી વખત વર્જિનીયા યુનિવર્સિટી પણ જઈ ચુક્યો છે. ગત મહિને અમેરિકાએ ચીનને હ્યૂસ્ટન એમ્બેસી ખાલી કરવા માટે કહ્યું હતું. ત્યારપછી ચીને ચેંગ્દૂમાં અમેરિકન એમ્બેસી ખાલી કરાવી લીધી હતી. અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે ચીન તેની એમ્બેસીનો ઉપયોગ અમેરિકન જાસૂસી માટે કરી રહ્યો હતો. ત્યારપછી થોડા દિવસ પછી એક ચીની મહિલાને પણ ઝડપી પડાઈ હતી. તેણે સ્વીકાર્યું હતું કે તે જાસૂસી નેટવર્ક તૈયાર કરી રહી હતી.