ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલએ તેની એક્સચેન્જ ઓફર શુક્રવારે સમાપ્ત થયા બાદ વિન્ધામ હોટેલ્સ એન્ડ રિસોર્ટને હસ્તગત કરવાની બિડ સમાપ્ત કરી. બંને કંપનીઓએ નિવેદનો બહાર પાડતા જણાવ્યું હતું કે તેઓ હવે તેમની સ્વતંત્ર વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ચોઈસ હોટેલ્સ ઇન્ટરનેશનલે વિન્ધામને હસ્તગત કરવાની બિડ પૂરી કરવાની જાહેરાત કરી છે. તેના પગલે તે વિન્ધામના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી તેણે નામાંકિડ કરેલા ડિરેક્ટરોને પરત ખેંચી લેશે. ગયા અઠવાડિયે તેણે વિન્ડહામ શેરધારકોને એક્વિઝિશન માટે ટેન્ડર શેર કરવા પ્રોત્સાહિત કરવાનો છેલ્લો પ્રયાસ કર્યો હતો પરંતુ આમ છતાં તે સોદા માટે પૂરતો ટેકો મેળવવામાં નિષ્ફળ ગયો હતો.

“એપ્રિલ 2023માં આ પ્રક્રિયાની શરૂઆત કરી ત્યારથી ચોઈસે વિન્ધામ સાથે અસંખ્ય વિવિધ માર્ગો દ્વારા સદભાવનાપૂર્વક વાટાઘાટોમાં જોડાવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સૂચિત ઓફરને ઘણી વખત વધારવી અને ડ્યુ ડિલિજન્સ સાથે ઓફર વધારવી, વિન્ધામ સાથે NDAની ખાનગી માહિતીને એકતરફી ધોરણે શેર કરવી અને બજારના અંદાજો કરતાં વધુ ઓફર કરવાનો સમાવેશ થાય છે,” એમ કંપનીએ જણાવ્યું હતું.

“વિન્ધામનો રચનાત્મક અને નોંધપાત્ર શરતો પર જોડાવા માટેના ઇનકારને જોતાં, ચોઇસે નિયમનકારી સમીક્ષા પ્રક્રિયા શરૂ કરવા અને વિન્ધામ સ્ટોકહોલ્ડરો સાથે જોડાવા માટે એક્સચેન્જ ઓફર શરૂ કરવાનું અસાધારણ પગલું ભર્યું હતું. વિન્ધામના સ્ટોકહોલ્ડર્સ દ્વારા એક્સચેન્જ ઑફરમાં ટેન્ડરિંગ કરવામાં આવેલો ટેન્ડર નોંધપાત્ર હતો, આ તબક્કે ઘણા બધા સ્ટોકહોલ્ડર્સને ભાગ લેતા માળખાકીય ધોરણે રોકવામાં આવ્યા હતા. તેના પરિણામે ચોઇસ સમક્ષ જેટલા શેરે ટેન્ડર થયા તે વિન્ધામને હસ્તગત કરવા માટે પૂરતા ન હતા. તેમા પણ ખાસ કરીને જ્યારે વિન્ધામ બોર્ડની આ ઓફરમાં સ્પષ્ટપણે ચાલુ રહેલી અરુચિને ધ્યાનમાં લેતા આગળ સોદો ધપાવવો લગભગ અશક્ય સ્થિતિ હતી.”

 

LEAVE A REPLY

nineteen − ten =