"The Rock", the biggest white diamond ever to be sold at a auction is guarded by a security member prior to the start of Christie's Magnificent Jewels sales in Geneva on May 11, 2022. - "The Rock", the biggest white diamond ever to be sold at auction, is going under the hammer in Geneva and could fetch up to $30 million -- or more. The 228.31-carat stone, larger than a golf ball, is "a truly exceptional pear-shaped diamond", said Max Fawcett, head of the jewels department at Christie's auction house in Geneva. (Photo by Fabrice COFFRINI / AFP) (Photo by FABRICE COFFRINI/AFP via Getty Images)
 (Photo by FABRICE COFFRINI/AFP via Getty Images)

જીનેવા ખાતે તા. 11 મે’ના રોજ ક્રિસ્ટીઝ મેગ્નિફિસન્ટ જ્વેલ્સની હરાજીમાં સૌથી મોટો 228.31 કેરેટનું વજન ધરાવતો  વ્હાઇટ ડાયમંડ ‘ધ રોક ડાયમંડ’ $21,894,082માં વેચાયો હતો. આ હરાજીમાં ભવ્ય જ્વેલરી વેચાણ દ્વારા કુલ $69,668,694 ઉપજ્યા હતા. રેડ ક્રોસ ડાયમંડના $14,320,624 ઉપજ્યા હતા. આ હરાજી દ્વારા મળેલા નફામાંથી નોંધપાત્ર હિસ્સો  રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિને આપવામાં આવશે.

આ હરાજીમાં ભાગ લેવા 4 ખંડોના 20 દેશોના લોકોએ નોંધણી કરાવી હતી અને વૈશ્વિક ભાગીદારી જોવા મળી હતી. કલેક્ટર્સની આગામી પેઢી વેચાણમાં સક્રિય રહી હતી, જેમાં મિલેનીયલ કલેક્ટર્સ વેચાણ માટે નવા નોંધણી કરનારાઓમાં 50% લોકો સામેલ હતા.

ક્રિસ્ટીઝ જ્વેલરીના ઈન્ટરનેશનલ હેડ રાહુલ કડકિયાએ જણાવ્યું હતું કે “ક્રિસ્ટીઝ માટે એક મહત્વપૂર્ણ સપ્તાહ દરમિયાન એન્ડી વોરહોલના શોટ સેજ બ્લુ મેરિલીને 20મી સદીના કલાના કામ માટે રેકોર્ડ કિંમત સેટ કરી હતી. હરાજીમાં અત્યાર સુધીના સૌથી મોટા અને 228.31 કેરેટનું વજન ધરાવતા, ધ રોક વ્હાઇટ ડાયમંડે લગભગ $22 મિલિયન હાંસલ કર્યા હતા. હરાજીના અંતિમ લોટમાં 200 કેરેટથી વધુનો બીજો હીરો રેડ ક્રોસ ડાયમંડ રજૂ કરાયો હતો. 1918માં ક્રિસ્ટીઝ દ્વારા પ્રથમ વખત વેચવામાં આવેલ સુપ્રસિદ્ધ ડાયમંડ રેડ ક્રોસ અપીલના ભાગ રૂપે 11 મિનિટની સ્પર્ધાત્મક બિડિંગ પછી $14,320,624માં વેચાયો હતો. JAR જ્વેલ્સની પસંદગી સહિત સમગ્ર વેચાણ દરમિયાન મજબૂત કિંમતો જોવા મળી હતી. અમે હવે એન ગેટ્ટીની એસ્ટેટમાંથી મળેલા JARના 103 કેરેટના ડી કલર ફ્લોલેસ લાઇટ ઑફ આફ્રિકા ડાયમંડ અને JAR જ્વેલ્સના બાર જ્વેલ્સની અમારા ન્યૂ યોર્ક મેગ્નિફિસન્ટ જ્વેલ્સના વેચાણની રાહ જોઈ રહ્યા છીએ. લગભગ અડધી સદીથી, અમારા પરિવારને રેડ ક્રોસ ડાયમંડની સુરક્ષા કરવાનો વિશેષાધિકાર મળ્યો છે.’’

રેડ ક્રોસ ડાયમંડના કન્સાઇનરે ઉમેર્યું હતું કે, ‘’અમે રેડ ક્રોસની ઇન્ટરનેશનલ કમિટીના સ્વયંસેવકોના અથાક પ્રયાસોને સ્વીકારીએ છીએ, જેનું નામ ધરાવનાર મહાન સંસ્થાને આવકનો નોંધપાત્ર હિસ્સો દાનમાં આપવામાં આવશે.’’

આ હરાજીમાં ફર્સ્ટેનબર્ગ ટીયારા $2,417,528માં વેચાયો હતો. આ મોતી અને હીરાનો મુગટ હેબ્સબર્ગ સામ્રાજ્યના HSH ફર્સ્ટનબર્ગની રાજકુમારી, સ્કોનબોર્ન બુશેઇમ (1867-1948)ની માલિકીનો હતો.

JAR દ્વારા રજૂ કરાયેલા સ્ફાલેરાઇટ અને ડાયમંડની ‘હાર્ડ-બોઇલ્ડ એગ’ ઇયરિંગ્સના $330,810 ઉપજ્યા હતા. ન્યૂ યોર્ક મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ ખાતે મિસ્ટર રોસેન્થલના વર્ક તરીકે 2013માં ઇયરિંગ્સ પ્રદર્શીત કરાયા હતા.

ક્રિસ્ટીઝના જિનીવા જ્વેલ્સની ઓનલાઈન લક્ઝરી હરાજી ચાલુ જ રહે છે જેમાં કાર્ટિયર જ્વેલ્સના ખાનગી કલેક્શનનો સમાવેશ થાય છે, જે 18 મે સુધી બિડિંગ માટે ખુલ્લું રહેશે.