Getty Images)

ચીનમાં કોરોના વાઇરસનું સંક્રમણ ગત ઓગસ્ટમાં જ શરૂ થઇ ગયું હતું. હાવર્ડ મેડિકલ સ્કૂલના સ્ટડીમાં આ દાવો કરાયો છે. જોકે, ચીને વિશ્વને આ સંક્રમણ અંગે 31 ડિસેમ્બરે જાણ કરી હતી. સ્ટડી કરનારી ટીમે કોમર્શિયલ સેટેલાઇટ ઇમેજરીની મદદથી વુહાન શહેરની કેટલીક તસવીરોનો સ્ટડી કર્યો છે.

આ તસવીરો ઓગસ્ટ, 2019ની તથા તેના એક વર્ષ અગાઉની છે. તેમાં વુહાન શહેરની હોસ્પિટલોની બહાર મોટી સંખ્યામાં વાહનો દેખાય છે. આ અગાઉ વુહાનમાં આવી ભીડ માત્ર સંક્રમણના પગલે જ દેખાઇ છે. સ્ટડી મુજબ, શક્ય છે કે રિપોર્ટ કરાયાના બહુ પહેલાથી જ ચીનમાં કોરોનાનો પ્રકોપ શરૂ થઇ ચૂક્યો હતો.

ઓગસ્ટથી જ વુહાનની 5 મોટી હોસ્પિટલની બહાર આશ્ચર્યજનક રીતે વાહનોની ભીડ હતી. જોકે, એવું પણ બની શકે કે જે લોકો હોસ્પિટલે ગયા તેમને વાઇરલ તાવ, ખાંસી અને ડાયેરિયાના દર્દી સમજીને સારવાર કરાઇ હોય. શક્ય છે કે ડૉક્ટર્સને આ બીમારી વિશે ખબર જ ન પડી હોય.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સના લેટેસ્ટ સ્ટડી દ્વારા માલૂમ પડ્યું કે ભારતમાં કોરોના ચીનથી નહીં પણ યુરોપ, મધ્ય-પૂર્વ, ઓશિનિયા તથા દક્ષિણ એશિયાઇ વિસ્તારોમાંથી આવ્યો છે. આ દેશોમાંથી સૌથી ‌વધુ લોકો ભારત આવ્યા. વિજ્ઞાનીઓએ જીનોમિક્સ સ્ટડીના આધારે આ દાવો કર્યો છે. અમેરિકામાં કોરોનાના પ્રકોપ વચ્ચે યુનિ. ઑફ વોશિંગ્ટનના સંશોધકોએ દાવો કર્યો છે કે ઓગસ્ટ સુધીમાં દેશમાં 1.45 લાખ લોકોના મોત થઇ શકે છે.