Getty Images)

અમેરિકાનું ન્યુયોર્ક સિટી 78 દિવસ પછી સોમવારે અનલૉક થયું. અહીંની મેટ્રો ટ્રેન ફરીવાર દોડવા લાગી. સ્ટેશનો પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ જોવા મળ્યું. પરિવહન વિભાગના અધિકારીઓ અનુસાર પહેલા દિવસે 15 ટકા એટલે કે આશરે 1,23,750 લકો કન્સ્ટ્રક્શન અને ફેક્ટરીઓમાં કામે પાછા ફર્યા. ન્યુયોર્ક સિટી અમેરિકામાં કોરોનાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. અહીં અત્યાર સુધી કોરોનાના 2,05,000 કેસ સામે આવ્યા છે. જોકે 22 હજાર લોકો મૃત્યુ પામ્યા છે. પ્રથમ કેસ 100 દિવસ પહેલા આવ્યો હતો. મેયર બિલ ડે બ્લાસિયોએ કહ્યું કે અનલૉક થવા છતાં બધા લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે. ફેસ માસ્ક લગાવે. આ અનલૉકનો પ્રથમ તબક્કો છે. હાલ સલૂન, ઈન્ડોર રેસ્ટોરાં, બાર બંધ રહેશે. અમેરિકામાં કોરોનાના 20,09,987 કેસ સામે આવ્યા છે. 1,12,523 લોકો મૃત્યુ પામ્યા છે.