Getty Images)

વિશ્વભરમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં 73.18 લાખ કેસ નોંધાયા છે. જેમાં 4 લાખ 13 હજાર 648 લોકોના મોત થયા છે. 36 લાખ 3 હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પાકિસ્તાનને લોકડાઉન લગાવવા કહ્યું છે. પ્રધાનમંત્રી ઈમરાન ખાન પહેલા જ તેનો ઈનકાર કરી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે તેનાથી અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થશે.પાકિસ્તાને ગત મહિને પણ લોકડાઉન લાગુ કર્યું હતું.

પરંતુ તેની અસર જોવા મળી ન હતી.અહીના ડોક્ટર એસોસિએશને પણ મે મહિનાની શરૂઆતમાં ચેતવણી આપી હતી કે જો લાકડાઉન લાગુ ન કરાયું તો સ્થિતિ ખરાબ થઈ શકે છે. પાકિસ્તાનમાં માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં સંક્રમણ શરૂ થયું હતું. કેસ વધ્યા તો ઈમરાન ખાન ઉપર દબાણ વધ્યું હતું. અલગ-અલગ વિસ્તારમાં થોડા પ્રમાણમાં લોકડાઉન લગાવાયું હતું. તેનો ફાયદો એટલા માટે ન થયો કારણકે તેનું કડક રીતે પાલન ન થયું. ઈમરાન ખાને કહ્યું હતું કે દેશ લોકડાઉનના કારણે આર્થિક બોજો પડશે તેને સહન કરી સકશે નહીં.

પાકિસ્તાનમાં 1 લાખ 8 હજારથી વધારે કેસ નોંધાયા છે. જ્યારે 2172 લોકોના મોત થયા છે. અમેરિકામાં 20 લાખ 45 હજાર 549 કેસ નોંધાયા છે જેમાં 1.14 લાખ લોકોના મોત થયા છે. અહીં 7.89 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. બ્રાઝિલમાં 32 હજાર 91 નવા કેસ નોંધાયા છે. બ્રાઝીલમાં 7.42 લાખથી વધારે કેસ નોંધાયા છે. 38 હજાર 497 લોકોના મોત થયા છે. પેરુમાં 24 કલાકમાં 167 લોકોના મોત થયા છે. અહીં કુલ 2 લાખ 3 હજાર 736 કેસ નોંધાયા છે અને 5,738 લોકોના મોત થયા છે. ચીનમાં બુધવારે ત્રણ નવા કેસ નોંધાયા છે. ચીનના હેલ્થ મિનિસ્ટ્રી મુજબ ત્રણેય કેસ બીજા દેશમાંથી આવેલા છે. ચીનમાં હાલ 55 એક્ટિવ કેસ છે. સંક્રમિત દેશની યાદીમાં ચીન 18 નંબરે છે.