(GRAPHICS(PTI)

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 44,059 કેસો સાથે કુલ કેસનો આંકડો 91 લાખને પાર કરી ગયો હતો. દેશમાં કુલ કેસોની સંખ્યા 91,39,865 થઈ હતી. બીજી તરફ 85,62,641, કોરોનામુક્ત બન્યાં હતાં. દેશમાં સતત 13માં દિવસે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પાંચ લાખથી નીચી રહી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સોમવાર સવાર આઠ વાગ્યા સુધીના ડેટા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 511 લોકોના મોત સાથે મૃત્યુઆંક પણ વધીને હવે 1,33,738 થયો હતો. દેશમાં હાલ 4,43,486 એક્ટિવ કેસ છે, જે કુલ કેસના 4.85 ટકા છે.
દેશમાં હાલ રિકવરી રેટ 93.68 ટકા છે અને મૃત્યુદર 1.46 ટકા છે. ICMRના જણાવ્યા અનુસાર ભારતમાં 22 નવેમ્બર સુધીમાં 13.25 કરોડ સેમ્પલનું ટેસ્ટિંગ થઈ હતી. રવિવારે 8,49,596 લોકોનો કોરોના ટેસ્ટ થયો હતો.