Chennai Super Kings captain Mahendra Singh Dhoni (C) arrives along with his teammates at the airport to take a flight to Dubai for the upcoming Indian Premier League (IPL) cricket tournament, in Chennai on August 21, 2020. - The IPL, which will be played in the United Arab Emirates, will start on September 19, 2020 after almost a 6 months delay due to the COVID-19 coronavirus pandemic. (Photo by - / AFP) (Photo by -/AFP via Getty Images)

આઈપીએલની સીઝન હજુ શરૂ થાય તે અગાઉ જ ફ્રેન્ચાઈઝના ખેલાડીઓ અને સ્ટાફ કોરોનામાં સપડાયા છે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વાળી ફ્રેન્ચાઈઝ ચેન્નઈ સુપર કિંગ્સમાં રમી રહેલા એક ભારતીય ઝડપી બોલર સહિત કેટલાક સ્ટાફ સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચી ગયો છે. કોરોના મહામારીને પગલે આ વર્ષે આઈપીએલ યુએઈ, શારહાજ અને દુબઈમાં યોજાઈ રહી છે.

સીએસકેના એક ખેલાડી સહિત સ્ટાફ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાથી હવે ફ્રેન્ચાઈઝને ફરજિયાત તેમનો ક્વોરન્ટાઈન ગાળો લંબાવો પડશે. આઈપીએલ એક સૂત્રએ જણાવ્યું હતું કે, દુબઈમાં ખેલાડીઓના આગમનના પ્રથમ, ત્રીજા અને છઠ્ઠા દિવસે કેટલાક લોકોના કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે. ભારતીય ટીમમાં હાલમાં રમી રહેલા એક ઝડપી બોલર સહિત સીએસકીના 12 જેટલા સ્ટાફ સભ્યોને કોરોના સંક્રમણ થયું છે તેમ આઈપીએલના એક ટોચના સૂત્રએ નામ નહીં જણાવવાની શરતે કહ્યું હતું.

સૂત્રના મતે સીએસકે મેનેજમેન્ટના ટોચના અધિકારી તેમજ તેમના પત્ની અને સોશિયલ મીડિયા ટીમના આશરે બે લોકોના ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે. આ સાથે જ સીએસકેને તેમનો ક્વોરન્ટાઈન ગાળો લંબાવીને 1લી સપ્ટેમ્બર કરવાની ફરજ પડી છે. બીસીસીઆઈની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર મુજબ ટૂર્નામેન્ટનો હિસ્સો હોય તેવા કોઈપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવે છે તો તેમને વધુ સાત દિવસ ક્વોરન્ટાઈન થવું પડશે. ત્યારબાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવશે પછી જ તેમને બાયો-સીક્યોર બબલમાં સમાવેશ કરાશે.