દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. કાલે સાંજે કોરોના વાયરસથીના અત્યાર સુધી પાંચ નવા કેસો સામે આવ્યા છે. આ બાદ કુલ સંક્રમિત લોકોની સંખ્યા 169 પહોંચી ચૂકી છે.ભારતમાં કુલ 169 સંક્રમિત કેસો છે, સંક્રમિત લોકોમાં દેશના 126 દેશના અને 25 લોકો વિદેશના સામેલ છે. વળી, 14 લોકો ઠીક થઇને પોતાના ઘરે પહોંચ્યા છે અને ત્રણ લોકોના મોત થઇ ચૂક્યા છે.

દેશમાં હજુ પણ કોરોના બીજા સ્ટેજ પર જ છે. જો કોરોના વાયરસ ત્રીજા સ્ટેજ પર પહોંચશે તો આને રોકવો મુશ્કેલ બની જશે, દેશભરમાં સ્થિતિ એકદમ ગંભીર બની જશે.મુંબઇમાં આજે વધુ બે મહિલાઓ કોરોના વાયરસથી સંક્રમિત થઇ છે. મહારાષ્ટ્રમાં હવે વાયરસથી કુલ 47 લોકો સંક્રમિત થયા છે, આમાં ત્રણ વિદેશી પણ સામેલ છે. ખાસ વાત છે કે દેશમાં મહારાષ્ટ્ર જ કોરોનાથી સૌથી વધુ ખતરામાં છે.

રિપોર્ટ પ્રમાણે, ભારતમાં કોરોનાના 152 દર્દીઓ છે અને 14 દર્દીઓ ઠીક થઇ ચૂક્યા છે. દેશભરતમાં કુલ 17 રાજ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપને જોતા સરકારે યોગ્ય પગલા ઉઠાવ્યા છે. સ્કૂલ, કોલેજ, યૂનિવર્સિટી, મોલ અને પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે. વધી પડતા ધાર્મિક સ્થળો પર પણ વધારે ભીડ ન થાય તે માટે પગલા ઉઠાવવામાં આવ્યા છે.

રાજસ્થાનના ઝુંઝુનુથી કોરોના વાયરસને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઝુંઝુનુમાં એક જ પરિવારના ત્રણ સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે 350 ડોક્ટરોની ટીમને તરત જ ઝુંઝુનુ રવાના કરવામાં આવી છે. આ ટીમ આ વિસ્તારમાં પાંચ કિલોમીટરના વિસ્તારમાં સ્ક્રીનિંગ કરશે. તેની સાથે જ ઝુંઝુનુમાં હાલમાં બસોને રોકવામાં આવી છે. અત્યાર સુધી રાજસ્થાનમાં કોરોનાના સાત કેસ સામે આવ્યા છે જેમાંથી ત્રણ ઠીક થઈ ગયા છે.