Getty Images)

ભારત દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા વધીને 3 લાખ 81 હજાર 537 થઈ ગઈ છે. જેમાંથી અત્યાર સુધી 2 લાખથી વધારે દર્દી સાજા થયા છે.છેલ્લા 5 દિવસમાં 42 હજાર 856 લોકો સાજા થયા છે. ગુરુવારે સૌથી વધારે 13 હજાર 826 કેસ મળ્યા હતા.

સાથે જ છેલ્લા 24 કલાકમાં 342 લોકોના મોત થયા હતા.દિલ્હીમાં સતત બીજા દિવસે રેકોર્ડ 2877 સંક્રમિત મળ્યા હતા. અહીંયા 50 હજારની આસપાસ દર્દીઓની સંખ્યા થઈ ગઈ છે. તો બીજી બાજુ મહારાષ્ટ્રમાં 24 કલાકમાં સૌથી વધારે 3752 નવા કેસ સામે આવ્યા છે.

ત્યારબાદ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 20 હજાર 504 થઈ ગઈ છે.ભોપાલમાં શુક્રવારે સંક્રમણના 22 કેસ સામે આવ્યા છે. હવે ભોપાલમાં સંક્રમિતોની સંખ્યા વધીને 2418 થઈ ગઈ છે. સાથે જ 73 લોકોના સંક્રમણથી મોત થયા છે. તો બીજી બાજુ રાયસણ જિલ્લાના ઔબેદુલ્લાગંજના હિનોતિયા ગામમાં આવેલા રેપિડ એક્શન ફોર્સની 107 બટાલિયનના 07 જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ 6 જવાનોના સંપર્કમાં આવેલા લગભગ 170 લોકોને ક્વૉરન્ટીન કરાયા છે. ઉત્તરપ્રદેશમાં કોરોનાના 604 દર્દી વધ્યા અને 23 લોકોના મોત થયા હતા.

કાનપુરમાં 54, ગૌતમબુદ્ધનગરમાં 50, બુલંદશહરમાં 48 અને ગાઝિયાબાદમાં 38 કેસ મળ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 15 હજાર 785 થઈ ગઈ છે, જેમાંથી 5659 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 488લોકોના મોત થયા છે.મહારાષ્ટ્રમાં 3752 નવા દર્દી મળ્યા અને 100 લોકોના મોત થયા હતા. મુંબઈમાં 1298 કેસ વધ્યા હતા. અહીંયા કુલ 62 હજાર 799 કેસ થયા છે.

પોલીસના 28 જવાનોમાં સંક્રમણની પુષ્ટી થઈ અને 3 લોકોના મોત થયા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 20 હજાર 504 છે, જેમાંથી 53 હજાર 902 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 5751 મોત થયા હતા. રાજસ્થાનમાં 52 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.

જેમાં ચુરુ અને ઝૂંઝૂનૂમાં 13-13, જયપુરમાં 09, ધૌલપુરમાં 5, ટોંકમાં 04, હનુમાનગઢમાં 03, ઝાલાવાડ અને રાજસમંદમાં 2-2, ચિત્તોડગઢમાં 1 સંક્રમિત મળ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 13 હજાર 909એ પહોંચી ગયો છે. સાથે જ જયપુરમાં એક વ્યક્તિનું મોત થયું છે.