Getty Images)

અમેરિકાએ કહ્યું છે કે ચીન વિશ્વને કોરોનાવાયરસની મહામારીમાં સંડોવીને પોતે મોકાનો ફાયદો ઉઠાવી રહ્યું છે. તેણે ઘણા મોરચા ખોલી દીધા છે. ભારત સાથે લદ્દાખની ગાલવન ઘાટીમાં જે થયું તે ચીનના ષડયંત્રનો એક ભાગ છે. આ આરોપ ડેવિડ સ્ટિલવેલે લગાવ્યા છે. ડેવિડ અમેરિકામાં પૂર્વી એશિયા અને પ્રશાંત મહાસાગર વિસ્તારના સચિવ છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ પણ ભારતીય સૈનિકોની શહીદી પર સંવેદના વ્યક્ત કરી હતી.

સ્ટિલવેલે ગુરૂવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર અમેરિકાએ નજર રાખી છે. વિશ્વ મહામારી પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં છે . લોકોનો જીવ બચાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. પરંતુ ચીન આ ગંભીર પરિસ્થિતિમાં પણ ફાયદો ઉઠાવવાની કોશિષ કરી રહ્યું છે. કારણ કે તે લોકોનું ધ્યાન ભટકાવવા માંગે છે.
ભારત અને ચીન વચ્ચે થયેલી અથડામણ અંગે સ્ટિલવેલે કહ્યું- 2015માં જિનપિંગ પહેલીવાર ભારત આવ્યા હતા.

ત્યારબાદ ડોકલામની ઘટના બની હતી. ત્યાં પણ આ પ્રકારનો વિવાદ હતો. ત્યારબાદ લદ્દાખની ઘટના બની છે. આ પરિસ્થિતિ પર અમે બારીકાઇથી ધ્યાન રાખી રહ્યા છીએ. જોકે ચીન સાથે અમારે વધુ વાત થઇ નથી.
અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ લદ્દાખમાં શહીદ થયેલા ભારતીય સૈનિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે શુક્રવારે ટ્વિટ કરીને લખ્યું- ચીન સાથે થયેલા વિવાદમાં જે ભારતીય સૈનિકો શહીદ થયા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. જે સૈનિકોના પરિવાર અત્યારે દુખમાં ડૂબેલા છે તે સૈનિકોને અમે હંમેશા યાદ રાખીશું.