કોરોના વાઈરસથી શુક્રવાર સવાર સુધી 179 દેશો ઝપટમાં આવી ગયા છે. અત્યાર સુધી 10,035 લોકોના મોત થયા છે. જ્યારે 2,44,979 લોકોને ઈન્ફેક્શન થયું હોવાની માહિતી મળી છે. સાવી રાત એ છે કે આ દરમિયાન 87,408 દર્દીઓ સાજા પણ થયા છે. કોરોના વાઈરસનું ઈન્ફેક્શન ચીનથી શરૂ થયું હતું. જોકે ત્યાં હવે સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે. પરંતુ યુરોપીય દેશ ઈટાલીમાં સ્થિતિ વધારે ભયંકર છે.

શુક્રવારે સવાર સુધીમાં ચીનમાં મોતનો આંકડો 3,245 હતો જ્યારે ઈટાલીમા આ દરમિયાન ઈન્ફેક્શનના કારણે કુલ 3,405 લોકોના મોત થયાછે. બીજી બાજુ ઈરાન સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદને પણ લોકોની ચિંતા વધારી દીધી છે. ઈરાનના સ્વાસ્થય વિભાગે કહ્યું છે કે, દેશમાં દર 10 મિનિટે એક ઈન્ફેક્ટડ વ્યક્તિનું મોત થઈ રહ્યું છે અને દર 50 મિનિટે એક નવો કેસ સામે આવી રહ્યો છે. પાકિસ્તાનમાં ગુરુવાર સુધીમાં 453 લોકોને ઈન્ફેક્શન થયું છે. અમેરિકા હવે તેમની સેનાને પણ મેદાનમાં ઉતારી રહી છે.

એશિયાઈ દેશ ચીનથી ફેલાયેલો કોરોના વાઈરસ હવે બેકાબુ થઈ ગયો છે. શુક્રવાર સવાર સુધી ચીનમાં મોતનો આંકડો 3,245 હતો. જ્યારે ઈટાલીમાં આ દરમિયાન 3,405 ઈન્ફેક્ટેડ લોકોના મોત થયા છે. સીએનએનના જણાવ્યા પ્રમાણે ઈટાલી સરકારે વાઈરસ રોકવાના જેલા પણ પ્રયત્નો કર્યા છે તે નિષ્ફળ ગયા છે. રસ્તાઓ પર સેના પણ તહેનાત કરી દેવામાં આવી છે તેમ છતા ઈન્ફેક્શન ઓછું નથી થતું.

અમેરિકન મીડિયાનું કહેવું છે કે, ઈટાલીના લોકો એલર્ટ રહ્યા હોત તો સ્થિતિ આટલી ખરાબ ન થાત.ઇટાલીના લોમ્બાર્ડીમાં 15 ટ્રકમાં 97 શબ હોસ્પિટલમાંથી એક સાથે લઇ જવાયાં તો બધાની આંખો ભીની થઇ ગઇ. મૂળે બર્ગામોના કબ્રસ્તાનમાં શબો દફનાવવા જગ્યા જ નથી બચી. તેથી હોસ્પિટલોમાંથી શબોને બર્ગામો પ્રાંતની બહાર મોકલાયાં. શહેરનું શબઘર પણ ભરેલું છે.

કબ્રસ્તાનમાં રોજ 24 શબ આવી રહ્યાં છે તેથી શબોને નજીકના પ્રાંતોમાં મોકલવાનો નિર્ણય લેવાયો. 50 સૈનિક આ કામમાં જોડાયા હતા. બર્ગામો પ્રાંતના ચર્ચ ઓફ ઓલ સેન્ટ્સના પાદરી માર્કો બરગામેલીએ કહ્યું કે રોજ સેંકડો લોકોનાં મોત થઇ રહ્યાં છે. અમને સમજાતું નથી કે તેમને ક્યાં દફનાવીએ?