પ્રતિક તસવીર

કોવિડ નિયમોના સંખ્યાબંધ સંભવિત ભંગ અંગે જુલાઈ 2023માં શરૂ કરાયેલી એક તપાસ મેટ પોલીસે પૂર્ણ કરી છે. નવા પુરાવાઓના મૂલ્યાંકન બાદ પોલીસે કોવિડ-19 નિયમોના ભંગ માટે ACRO ક્રિમિનલ રેકોર્ડ્સ ઑફિસને ફિક્સ્ડ પેનલ્ટી નોટિસ (FPNs) માટે 24 રેફરલ્સ કર્યા છે.

અધિકારીઓને નવા પુરાવા ઉપલબ્ધ થયા બાદ 14 ડિસેમ્બર 2020ના રોજ મેથ્યુ પાર્કર સ્ટ્રીટમાં બનેલી ઘટના અંગે પ્રથમ તપાસ ફરી શરૂ કરવામાં આવી હતી. તો 8 ડિસેમ્બર 2020 ના રોજ એક કાર્યક્રમમાં સંસદમાં મેળાવડાને લગતી બીજી તપાસ ચાલુ છે.

પોલીસે જણાવ્યું હતું કે ‘’સમગ્ર રોગચાળા દરમિયાન અમે જે અભિગમ અપનાવ્યો હતો તેના અનુસંધાનમાં અમે આ તપાસમાં સામેલ કોઈપણ વ્યક્તિની ઓળખ જાહેર કરીશું કે પુષ્ટિ કરીશું નહીં અથવા અમારા તારણોની વધુ વિગતો પ્રદાન કરીશું નહીં.’’

LEAVE A REPLY

1 × one =