(Photo by ALAIN JOCARD/AFP via Getty Images)
સાઉદી અરેબિયાના પ્રિન્સ અને દેશના ગુપ્તચર તંત્રના ભૂતપૂર્વ વડાએ ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ માટે હમાસ અને ઇઝરાયેલ બંનેની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આ ઘર્ષણમાં કોઈ નાયક કે વિજેતા નથી, પરંતુ લોકો જ દુઃખી છે”.

અમેરિકાના હ્યુસ્ટનમાં રાઇસ યુનિવર્સિટીમાં તુર્કી અલ ફૈસલે તેમના પ્રાસંગિક પ્રવચનમાં તેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઉલ્લેખ કર્યો હતો, એ પછી તે સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયું હતું. પ્રિન્સ તુર્કી અલ ફૈસલે યુનિવર્સિટીમાં જણાવ્યું હતું કે, તમામ બંધકોને પ્રતિકાર કરવાનો અધિકાર છે. પ્રિન્સ ફૈસલે 24 વર્ષ સાઉદી જાસૂસી એજન્સી- અલ મુખાબરત અલ અમ્માનું નેતૃત્વ કર્યું હતું અને લંડન તથા અમેરિકામાં દેશના એમ્બેસેડર તરીકે પણ કાર્ય કર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “હું પેલેસ્ટાઇનમાં સૈન્ય વિકલ્પના સમર્થનમાં નથી. હું, નાગરિક અને અસહકારના આંદોલનના અન્ય વિકલ્પ પસંદ કરું છું. ભારતમાં બ્રિટિશ શાસન અને પૂર્વ યુરોપમાં સોવિયેત સામ્રાજ્યનો અંત તેના કારણે જ આવ્યો હતો.” પ્રિન્સનું સંબોધન, સાઉદીના રાજવી પરિવારના વરિષ્ઠ સભ્ય તરીકે અસાધારણ રીતે સ્પષ્ટપણે, પરિસ્થિતિ અંગે સાઉદી અરેબિયાના નેતૃત્વની વિચારધારા તરીકે વ્યાપકપણે સ્વીકારવામાં આવ્યું હતું.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હમાસની કાર્યવાહી નાગરિકોને નુકસાન ન પહોંચાડવાના ઇસ્લામિક આદેશો વિરુદ્ધની હતી. તેમણે ઇઝરાયેલ પર “ગાઝામાં નિર્દોષ પેલેસ્ટિનિયન નાગરિકો પરના “બોમ્બમારા અને વેસ્ટ બેંકમાં પેલેસ્ટિનિયન બાળકો, સ્ત્રીઓ અને પુરુષોની ધરપકડ”નો આરોપ પણ મૂક્યો હતો.

LEAVE A REPLY

14 − 7 =