પ્રતિકાાત્મક તસવીર (istockphoto.com)

ક્રિકેટની રમતમાં પણ હવે સ્ત્રી – પુરૂષની ઓળખનો અને પુરૂષોના વર્ચસ્વનો અંત લાવવા તેના કાયદામાં સુધારો કરાયો છે અને તેનો અમલ પણ ત્વરીત અસરથી કરવાની જાહેરાત કરી છે. ક્રિકેટના કાયદા ઘડતી સૌથી જુની સંસ્થા – એમસીસીએ ગયા સપ્તાહે જાહેરાત કરી હતી કે, ખાસ તો આ રમતમાં બેટ્સમેન અને બેટ્સવુમન શબ્દોનો ઉપયોગ કરાતો હતો, તે જાતિવાચક બની રહેતા હતા. હવે વિશ્વભરમાં મહિલા ક્રિકેટ પણ વધુ રમાતી થઈ છે, તેની લોકપ્રિયતા વધી રહી છે, ત્યારે હવે એમસીસીએ ઠરાવ્યું છે કે, સ્ત્રી – પુરૂષ સમાનતાના પ્રતિક તરીકે બેટ્સમેન શબ્દનો ક્રિકેટની સત્તાવાર ભાષામાં ઉપયોગ નહીં કરાય, તેના બદલે બેટર કે બહુવચન માટે હોય તો બેટર્સ શબ્દોનો ઉપયોગ કરાશે.
મહિલા ક્રિકેટમાં તો આ શબ્દો ઘણા સમયથી ઉપયોગમાં હતા, પણ પુરૂષોની ક્રિકેટમાં તેનો ઉપયોગ થતો નહોતો. એવી જ રીતે, નાઈટ વોચમેન શબ્દ ફરી જાતિવાચક બની રહે છે, તેના સ્થાને હવે ફક્ત નાઈટવોચ શબ્દનો ઉપયોગ કરાશે.