રાજ્યમાં 12 સપ્ટેમ્બર સુધીના એક સપ્તાહમાં સાર્વત્રિક વરસાદને પગલે કુલ 207 ડેમોમાંથી 22 ડેમો હાઇએલર્ટ પર મૂકાયા હતા. નવ ડેમને એલર્ટ પર અને 11 ડેમને ઓબર્ઝેવેશન હેઠળ મૂક્યા હતા. નર્મદા ડેમની જળસપાટી 119.02 મીટર સુધી પહોચી હતી. એક સપ્તાહમાં રાજ્યના 34 ડેમ 90 ટકા અથવા તેનાથી ભરાઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે સરદાર સરોવર ડેમને બાદ કરતાં 206 ડેમ 68.17 ટકા ભરાયા હતા. નર્મદા ડેમ 68.17 ટકા ભરાયો હતો. સાત ડેમ 80થી 80 ટકા ભરાયા હતા. જોકે હજુ 32 ડેમ 10 ટકા કરતાં ઓછું પાણી છે.