(Photo by STR/AFP via Getty Images)

દિલીપ કુમારની અભિનય કેરિયરની વાત કરવામાં આવે તો મધુબાલાના નામનો પણ ઉલ્લેખ કરવો જ પડે.દિલીપ કુમાર અને મધુબાલા વચ્ચેની લવ સ્ટોરી બોલીવૂડની સૌથી ચર્ચિત પ્રેમ કહાનીઓ પૈકીની એક છે.આજે પણ મધુબાલા અને દિલીપ કુમાર વચ્ચેની નિકટતાની ચર્ચાઓ થતી રહે છે. મધુબાલા અને દિલીપ કુમારની પ્રેમ કહાની 1951ની ફિલ્મ તરાનાના સેટ પર શરુ થઈ હતી.બંનેની નજરો મળી હતી અને તેઓ પહેલી નજરમાં જ પ્રેમમાં પડી ગયા હતા.મધુબાલાએ દિલીપ કુમારના મેક અપ રુમમાં એક ચિઠ્ઠી મોકલી હતી અને તેના પર લખ્યુ હતુ કે, જો તમે મારી સાથે પ્રેમનો એકરાર કરતા હોય તો આ ગુલાબને સ્વીકરજો.દિલીપ કુમારે ચહેરા પર સ્મિત સાથે એકરાર કર્યો હતો.

જોકે બાદમાં દિલીપ કુમારની મધુબાલા પ્રત્યેની દિવાનગી વધતી રહી હતી.તેઓ પોતાની ફિલ્મનુ શૂટિંગ છોડીને જ્યાં મધુબાલા શૂટિંગ કરતા હોય ત્યાં પહોંચી જતા હતા.જોકે બંને વચ્ચેના પ્રેમ સબંધોમાં અડચણ ત્યારે આવી જ્યારે મધુબાલાના પિતા અતાઉલ્લાખાનને આ વાતની ખબર પડી હતી. ખાન પોતાની પુત્રી મધુબાલા પર સતત નરજ રાખતા હતા.તેના કારણે મધુબાલા જે ફિલ્મોમાં કામ કરતી હતી તેના ડાયરેક્ટરો પણ પરેશાન હતા.બોલીવૂડના દિગ્ગજ ડિરેકટર બી આર ચોપરા નયા દૌર ફિલ્મ માટે મધુબાલા અને દિલીપ કુમાર સાથે શૂટિંગ કરી રહ્યા હતા.બી આર ચોપરા આ બંનેની સાથે આઉટડોર શૂટિંગ કરવા માંગતા હતા પણ મધુબાલાના પિતા આ માટે તૈયાર નહોતા.તેમને ડર હતો કે, મધુબાલા અને દિલીપ કુમારનો રોમાન્સ આઉટડોર શૂટિંગમાં વધશે.

ચોપરાએ એ પછી વૈજયંતીમાલાને નયા દોર માટે સાઈન કરી લીધી હતી અને મધુબાલાની કટ મારેલી તસવીર અખબારમાં છપાવી હતી.તેની સામે મધુબાલાના પિતાએ પણ નયા દૌર સામે કટ મારેલી તસવીર પ્રકાશિત કરાવી હતી.આ મામલો એટલો બીચકયો હતો કે છેવટે કોર્ટ સુધી પહોંચ્યો હતો.

સુનાવણી દરમિયાન દિલીપ કુમારને સાક્ષી આપવાની હતી ત્યારે તેમણે કોર્ટમાં બધાની વચ્ચે કહ્યુ હતુ કે, હાં હું મધુને પ્રેમ કરું છું અને કરતો રહીશ…..