GettyImages-1227732888-scaled

કિંગ જ્યોર્જ છઠ્ઠાના મેમોરિયલ ચેપલમાં શાહી વોલ્ટમાં જ્યારે પ્રિન્સ ફિલીપનો દેહ  મૂકવામાં આવશે ત્યારે તેઓ શાહી વૉલ્ટમાં રખાયેલા શાહી પરિવારના 25મા સભ્ય બનશે. આ વૉલ્ટમાં 1820માં મૃત્યુ પામેલા જ્યોર્જ ત્રીજાથી લઈને હેનોવરની પ્રિન્સેસ ફ્રેડરિકા (હેનોવરના જ્યોર્જ પાંચમાની પુત્રી)ના મૃતદેહ રખાયા છે. મહારાણીનું મરણ થશે ત્યારે તેમની સાથે પ્રિન્સ ફિલીપનો દેહ પણ કિંગ જ્યોર્જ છઠ્ઠા અને તેમના પત્ની રાણી એલિઝાબેથ સાથે અહિં મૂકવામાં આવશે. આ ચેપલ 1968 અને 1969ની વચ્ચે નોર્થ ક્વાયરની બાજુમાં બનાવવામાં આવ્યું હતું.

ક્વાયરમાં, ઑલ્ટર તરફ જવાના પ્રથમ પગથીયાની બાજુમાં, કાળા અને સફેદ હીરા આકારના પત્થરોનો સ્લેબ છે. સામાન્ય રીતે તેને સીલ કરવામાં આવે છે અને અમુક અંતિમવિધિ માટે યાંત્રીક રીતે દૂર કરવામાં આવે છે. કોફીનને ધીમે ધીમે લગભગ 15-16 ફુટ નીચે ઉતારવામાં આવે છે પછી પેસેજવે થકી લોખંડના દરવાજા દ્વારા તેને વોલ્ટમાં પહોંચાડવામાં આવે છે.

પહેલાના સમયમાં, મોટાભાગના રાજાઓને વેસ્ટમિંસ્ટર એબીમાં દફનાવવામાં આવતા હતા. તેમાંના ઘણા હેનરી સેવન્થ ચેપલના શાહી વોલ્ટમાં દફન હતા. 1790 સુધીમાં તે વોલ્ટ લગભગ ભરાઇ ગયો હતો, અને 1810માં જ્યોર્જ III દ્વારા આલ્બર્ટ મેમોરિયલ ચેપલ બન્યું હતું અને શાહી વોલ્ટ શરૂ કર્યો હતો જેથી તેમના પરિવારને વિન્ડસરમાં દફનાવી શકાય. જેમાં સૌ તેની સૌથી નાની પુત્રી પ્રિન્સેસ એમેલીયા હતી, જે 1810માં માત્ર 27 વર્ષની વયે મૃત્યુ પામી હતી. નવો વોલ્ટ તૈયાર ન થાય ત્યાં સુધી તેના અવશેષોને અસ્થાયી વોલ્ટમાં મૂકવા પડ્યા હતા અને વોલ્ટ તૈયાર થયા પછી તેમના દેહને ત્યાં ખસેડવામાં આવ્યો હતો.

આ વોલ્ટમાં પ્રિન્સેસ શાર્લોટ અને તેના શિશુને 1817માં, 1820માં જ્યોર્જ III અને તેમના પુત્ર ડ્યુક ઑફ કેન્ટને વોલ્ટમાં રખાયા હતા. જ્યોર્જ IVના અંતિમ સંસ્કાર પૂર્વે, ટાઇમ્સના પત્રકારને આ વોલ્ટની ઝલક બતાવવામાં આવી હતી. જેમણે તેનું વર્ણન કર્યું હતું.

શાહી પરિવારના સભ્યો દ્વારા આ કોફિન્સની આવારનવાર મુલાકાત લેવામાં આવે છે. એમ સમજાય છે કે ડ્યુક ઑફ કેમ્બ્રિજ અને તેમના પુત્ર પ્રિન્સ જ્યોર્જ પણ શાહી વોલ્ટમાં ઉતર્યા હતા અને તેમના મૃત સગાસંબંધીઓના અવશેષો સાથે થોડો સમય ત્યાં રહ્યા હતા.