(ANI Photo/India TV)

સંસદની સુરક્ષામાં મોટી ચૂકના મામલામાં દિલ્હી પોલીસના આઠ જવાનોને સસ્પેન્ડ કરાયા છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મચારીઓ સંસદની સુરક્ષા માટે ડેપ્યુટેશન પર હતા અને તથા તેમને મુલાકાતીઓ અને મીડિયાકર્મીઓની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ પોલીસ કર્મીઓમાં રામપાલ, અરવિંદ, વીર દાસ, ગણેશ, અનિલ, પ્રદીપ, વિમિત અને નરેન્દ્રનો સમાવેશ થાય છે. આ પોલીસ કર્મચારીઓને સંસદની સુરક્ષા માટે ડેપ્યુટી પર મૂકવામાં આવ્યાં હતા, પરંતુ તેઓ લોકસભા સચિવાલય હેઠળના ન હતા. તેઓ દિલ્હી પોલીસના કર્મચારીઓ છે. સંસદ સંકુલ તેમજ બિલ્ડીંગમાં પ્રવેશતા લોકોને તપાસવા માટે દિલ્હી પોલીસના જવાનો તૈનાત છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સુરક્ષા માટે જવાબદાર છે.

બુધવારે 2001ના સંસદ પરના આતંકવાદી હુમલાની વરસી પર સુરક્ષાના મોટી ચૂક થઈ હતી. લોકસભાની ચાલુ કાર્યવાહી દરમિયાન  સાગર શર્મા અને મનોરંજન ડી વિઝિટરી ગેલેરીમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદકો માર્યો અને પીળા રંગનો ધુમાડો છોડ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યો હતો. જોકે પછી સાંસદોએ બંનેને ઝડપી લઇને સુરક્ષા જવાનાના હવાલે કર્યાં હતા.

LEAVE A REPLY

twenty + seventeen =