યુએસ હાઉસ ઓફ ડેમોક્રેટ્સ ઓવરસાઇટ કમિટીના ડેમોક્રેટ્સ સાંસદોએ શુક્રવારે સેક્સ અપરાધી જેફરી એપસ્ટેઇનના એસ્ટેટમાંથી મળેલા 19 ફોટોગ્રાફ્સ જાહેર કર્યા હતાં. આ ફોટોગ્રાફમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટન અને બિલ ગેટ્સ, ભૂતપૂર્વ પ્રિન્સ એન્ડ્રુ, જમણેરી રાજકીય કાર્યકર્તા સ્ટીવ બેનન, અબજોપતિ રિચાર્ડ બ્રેન્સન અને ફિલ્મ નિર્માતા વુડી એલન, ભૂતપૂર્વ ટ્રેઝરી સેક્રેટરી લેરી સમર્સ અને લો પ્રોફેસર એલન ડેરશોવિટ્ઝ સહિતની અનેક અગ્રણી હસ્તીઓ જોવા મળે છે. ડેમોક્રેટ્સે આગામી સમયગાળામાં વધુ ફોટા જારીકરવાની પણ જાહેરાત કરી હતી.
કમિટીને આ સેક્સકાંડના કેસમાં મુખ્ય આરોપી એપસ્ટેઇનના એસ્ટેટના આશરે 95,000 ફોટોગ્રાફ મળેલા છે,તેમાંથી 19 જાહેર કરાયા હતાં. આ ફોટા કેપ્શન કે સંદર્ભ વગર બહાર પાડવામાં આવ્યા હતાં. આમાંથી એક ફોટોમાં ડોનાલ્ડ ટ્રમ્પ છ મહિલાઓ સાથે ઉભેલા દેખાય છે.આ મહિલાઓને ચહેરા બ્લેક કલરથી ઢાંકી દેવાયા હતાં.
સેક્સ ટ્રાફિકિંગ આરોપીનો સામનો કરતા એપસ્ટેઇનનું 2019માં ન્યૂયોર્કની જેલમાં મોત થયું હતું. શુક્રવારે જાહેર કરાયેલા ફોટા એ કેસ ફાઇલોથી અલગ છે. ન્યાય વિભાગ સમગ્ર ફાઇલ જાહેર કરવાનું તીવ્ર દબાણ છે. ટ્રમ્પ વહીવટીતંત્રને આ ફાઇલો 19 ડિસેમ્બરે જાહેર કરવાની છે.
હાઉસ ઓવરસાઇટ કમિટીના ટોચના ડેમોક્રેટ પ્રતિનિધિ રોબર્ટ ગાર્સિયાએએ સ્પષ્ટતા કરી ન હતી કે ફોટામાંની કોઈપણ મહિલા દુર્વ્યવહારનો ભોગ બની હતી કે નહીં. વ્હાઇટ હાઉસના પ્રવક્તા એબીગેઇલ જેક્સને ડેમોક્રેટ્સ પર દુષ્પ્રચાર કરવા માટે માટે પસંદલીના ફોટા જારી કરવાનો આક્ષેપ કરીને જણાવ્યું હતું કે ડેમોક્રેટ્સ પ્રેસિડન્ટ ટ્રમ્પને બદનામ કરવા માગે છે.
જે એક સમયે એપ્સટાઇનના નજીકના મિત્ર રહેલા ટ્ર્મ્પે કહ્યું હતું કે એપસ્ટેઇન સામે સેક્સ ટ્રાફિકિંગના આરોપો લાગ્યા તે પહેલા જ તેઓ તેમનાથી અલગ થઈ ગયા હતા. ક્લિન્ટને પણ એપસ્ટેઇન સાથેના સંબંધોને ઓછા કરી દીધા છે. જોકે તેણમે સ્વીકાર્યું હતું કે તેમણે એપ્સટાઇનના ખાનગી જેટમાં મુસાફરી કરી હતી. ક્લિન્ટન પર ક્યારેય ગેરવર્તણૂકનો આરોપ મૂકવામાં આવ્યો નથી. જોકે હાઉસ કમિટીના રિપબ્લિકન સભ્યોએ દબાણ કરી રહ્યાં છે તે તેઓ અને તેમની પત્ની હિલેરી ક્લિન્ટનને આ કેસમાં જુબાની આપે.
એપ્સસ્ટેઇન સાથેના સંબંધોના નવા ખુલાસા વચ્ચે આ વર્ષે એન્ડ્રુએ તેમની શાહી પદવીઓ અને વિશેષાધિકારો ગુમાવ્યાં હતા, જોકે તેણે ખોટું કામ કર્યાનો ઇનકાર કર્યો હતો.














