(Photo by Stu Forster/Getty Images)

ઓસ્ટ્રેલિયાના સિડનીના બોન્ડી બીચ પરના હુમલામાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોનનો આબાદ બચાવ થયો હતો. બે બંદૂકધારીઓએ આડેધડ ગોળીબાર ચાલુ કર્યો ત્યારે માઈકલ વોને બોન્ડી બીચ વિસ્તારમાં એક રેસ્ટોરાંમાં છુપાઈ જવું પડ્યું હતું.

વોને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે બોન્ડીમાં ગોળીબાર થતો હતો, ત્યારે હું ત્યાંની એક રેસ્ટોરાંમાં બંધ હતો, જે મને ખૂબ જ ડરામણું લાગ્યું હતું. હવે હું સુરક્ષિત ઘરે પહોંચી ગયો છું. 51 વર્ષીય વોન ઓસ્ટ્રેલિયામાં એશિઝ શ્રેણી માટે મીડિયા પંડિત તરીકે કામ કરી રહ્યો છે.

LEAVE A REPLY