ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર એરિક ટ્રમ્પે ભારતીય અમેરિકનોને બેસ્ટ ઓફ અમેરિકાના પ્રતિનિધિ ગણાવતા જણાવ્યું હતું કે, તેમના પિતા ટ્રમ્પ ભારતીય અમેરિકનોને નીચોજોણું થવા દેશે નહીં સમગ્ર પરિવાર ભારતીય સમુદાયને પ્રેમ કરે છે. ત્રીજી નવેમ્બરની ચૂંટણી પૂર્વે ટ્રમ્પનો ચૂંટણી પ્રચા, ફલોરિડા, મીશીગન જ્યોર્જિયા, વર્જીનિયા, ટેક્સાસ, પેન્સિલવેનિયામાં વસતા ભારતીય સમુદાય સુધી પહોંચવા મથી રહ્યો છે. ટ્રમ્પના બીજા પુત્ર એરિકે જણાવ્યું હતું કે, ટ્રમ્પ પરિવાર તરીકે અમે તમને પ્રેમ કરીએ છીએ. તમે બેસ્ટ ઓફ અમેરિકાના પ્રતિનિધિ છો. ટ્રમ્પ માટે ‘ભારતીય અવાજ’નો વિધિવત પ્રારંભ કરાવતા એરિકે જણાવ્યું હતું કે તેમના પિતાની ચીન અને પાકિસ્તાન અંગેની નીતિ તેમના (પ્રમુખ) પુરોગામીઓ કરતાં અલગ છે. એરિકે જણાવ્યું હતું કે, તેમના પિતા ટ્રમ્પ ભારત માટે તત્પર રહ્યા છે અને રહેશે. તેમનો પરિવાર અને ભારતીય અમેરિકનો લગભગ સમાન અભિગમ ધરાવે છે. અસામાન્ય પ્રજાવાળો ભારત અદભુત દેશ છે. એક સર્વે અનુસાર પ્રમુખ ટ્રમ્પ ભારતીય અમેરિકન મતબેંકમાં ઊંડે સુધી મૂળ જમાવ્યા છે જે અત્યાર સુધીના રિપબ્લિકન પ્રમુખ માટે સૌથી વધુ છે. સર્વે અનુસાર ભારતીય અમેરિકનો બિડેનની પણ તરફેણ કરે છે.