બ્રિટીશ ફિલ્મ ઉદ્યોગ માટે પ્રશંસનીય યોગદાન આપનાર હોલિવુડના મુવી મોગલ હાર્વે વેઇન્સ્ટેઇનને સેક્સના ગુના માટે 23 વર્ષની જેલની સજા થયા બાદ રાણી એલિઝાબેથ બીજીએ હાર્વેને અપાયેલું ટોચનું શાહી બહુમાન પાછું ખેંચ્યું છે. જોકે, સરકારની અધિકૃત જાહેરનામાની નોંધમાં આવો આદેશ પાછો ખેંચાયો છે. રાણીએ આદેશઆપ્યો હતો કે, 2004ની 29મી જાન્યુઆરીએ હાર્વેને અપાયેલ હોનરરી કમાન્ડર ઓફ સીવીલ ડીવીઝન ઓફ મોસ્ટ એક્સેલન્ટ ઓર્ડરને પાછો ખેંચાયો છે. શાહી બહુમાન પાછું ખેંચાવા કે પરત કરાયાની ઘટનાઓ આ અગાઉ બનેલી છે. ઓસ્ટ્રેલિયામાં જન્મેલા ઉદ્યોગ સાહસિક અને કલાકાર રોલ્ફ હેરીને જાતિય હુમલાના ગુનામાં સજા થતાં તેમનું બહુમાન પાછું ખેંચાયું હતું. ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ મુગામ્બેએ માનવ અધિકાર ભંગ માટે રોમાનિયાના સામ્યવાદી સરમુખત્યાર નિકોલેને  ફાંસી અપયાના એક દિવસ પૂર્વે, ઇતિહાસવિદ, એન્થોની બ્લન્ટ રશિયન જાસૂસ હોવાથી તથા 2008ની મંદી વખતે ઓરબીએસના સીઇઓ ફ્રેડ ગુડવીને નાઇટહુડ ગુમાવવું પડ્યું હતું.