પ્રતિક તસવીર (PTI Photo/Manvender Vashist)

ખેડૂતોએ આઠ ડિસેમ્બરે આપેલા ભારત બંધ એલાનને કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષ અને જુદા જુદા 10 ટ્રેડ યુનિયન્સ, ટ્રાન્સપોર્ટ યુનિયનને સમર્થન આપ્યું છે. વિરોધ પક્ષોના નેતાઓએ નવ ડિસેમ્બરે રાષ્ટ્રપતિને મળવા માટે સમય માગ્યો છે. ખેડૂત નેતાઓએ અહિંસક રીતે સમર્થન આપવા લોકોને અનુરોધ કરીને જણાવ્યું હતું કે દેખાવોનો હેતુ આમજનતા માટે મુશ્કેલી ઊભી કરવાનો નથી.
બીજી તરફ કેન્દ્ર સરકારે સોમવારે રાષ્ટ્રવ્યાપી એડવાઇઝરી જારી કરીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સુરક્ષા બંદોબસ્તમાં વધારો કરવાની તાકીદ કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જારી કરેલી એડવાઇઝરી મુજબ રાજ્ય સરકારોએ આરોગ્ય અને સોસિયલ ડિસ્ટન્સિંગ સંબંધિત કોવિડ-19 ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે સોમવારે જણાવ્યું હતું કે 8 ડિસેમ્બરે સવારે 11 વાગ્યાથી સાંજે ત્રણ વાગ્યા સુધી બંધ રહેશે. તે પ્રતિકાત્મક વિરોધ હશે. અમે સવારે 11 વાગ્યાથી ચાલુ કરીશું, જેથી દરેક વ્યક્તિ સમયસર ઓફિસ પહોંચી શકશે. એબ્યુલન્સ, લગ્નના વાહનોને જેવી સેવાને મંજૂરી આપવામાં આવશે. લોકો તેમના કાર્ડ બતાવીને જઈ શકે છે.

ખેડૂત સંગઠનના નેતાઓએ અગાઉ જણાવ્યું હતું કે તેઓ નેશનલ હાઇ બ્લોક કરશે અને ટોલ પ્લાઝા પર કબજો કરશે. ઓલ મોટર ટ્રાન્સપોર્ટ યુનિયન્સ ઓફ ઇન્ડિયાએ ખેડૂતોને સમર્થન કરવાની જાહેરાત કરી હોવાથી ઘણા રાજ્યોમાં ટ્રક મારફતના સપ્લાયને અસર થવાની ધારણા છે. તેઓ શાંતિપૂર્ણ દેખાવો કરીને જિલ્લા કલેક્ટર્સ અને કમિશનરને આવેદનપત્ર આપશે. એશિયાના સૌથી મોટા હોલસેલ માર્કેટ આઝમપુર મંડીના ચેરમેન આદિલ અહેમદ ખાને જણાવ્યું હતું કે દિલ્હીમાં ફળ અને શાકભાજીના સપ્લાયને અસર થશે. અમારા મોટા ભાગને વેપારીઓ બંધના એલાનને સમર્થન આપે છે, તેથી ગાંઝીપુર, ઓખલા અને નરેલાની મંડીને અસર થશે. મહારાષ્ટ્રમાં વાશી એગ્રીકલ્ચરલ પોડ્યુસ માર્કેટ કમિટી આઠ ડિસેમ્બરે બંધ પાડશે. તેનાથી મુંબઇમાં ફળ અને શાકભાજીના સપ્લાયને અસર થઈ શકે છે.