અમેરિકામાં ગનકલ્ચર વધી રહ્યું છે અને અનેકવાર ફાયરીંગની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. ત્યારે ફરીવાર અમેરિકાના કેલિફોર્નિયામાં એક બસ પર મોડી રાત્રે ફાયરીંગની ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે સોમવારે અમેરિકાના કેલિફોર્નિયામાં એક બસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલના જણાવ્યા પ્રમાણે બસમાં 40 મુસાફરો હતાં અને તેઓ લોસ એન્જેલસથી સેન ફ્રેન્સિસ્કો જઇ રહ્યા હતાં. સ્થાનિક સમય પ્રમાણે મોડી રાત્રે 1.30 વાગ્યાના અરસામાં બસ જ્યારે ઇન્ટરસ્ટેટ 5 પર હતી ત્યારે એક હથિયારધારીએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હોવાના રિપોર્ટ છે. હુમલો કરનાર અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ ચાલુ છે.