કૌભાંડો રોકવા શંકાસ્પદ ઇમેઇલ રિપોર્ટિંગ સર્વિસ શરૂ કરાઇ

0
562

કોરોનાવાયરસ સંબંધિત સેવાઓ પૂરી પાડવાના બહાને લોકોને ઑનલાઇન કૌભાંડમાં ફસાવવા માટે દૂષિત ઇમેઇલ્સ મોકલનાર ગઠીયાઓને શોધી કાઢવા યુકેના નેશનલ સાયબર સિક્યુરિટી સેન્ટરના નિષ્ણાતોએ કામગીરી આદરી નવી ‘શંકાસ્પદ ઇમેઇલ રિપોર્ટિંગ સર્વિસ’ શરૂ કરી છે. કૌભાંડ કરવાના ઇરાદે મોકલવામાં આવેલા 5,000 જેટલા શંકાસ્પદ ઇમેઇલ્સ મળતાં એક જ દિવસમાં 80 કરતા વધુ છળ કરવા ખોલાયેલી વેબ સાઇટ્સ બંધ કરી દેવાઇ છે.

જીસીએચક્યુના ભાગ રૂપે એનસીએસસીએ મંગળવાર 21 એપ્રિલથી સાયબર અવેરનેસ ઝુંબેશ શરૂ કરી તેમની નવી ‘શંકાસ્પદ ઇમેઇલ રિપોર્ટિંગ સર્વિસ’ પર તેમની સાથે કરવામાં આવતા ઠગાઇના પ્રયાસો અંગે જાણ કરવા લોકોને વિનંતી કરી હતી.

એનસીએસસીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સીઆરન માર્ટિને કહ્યું હતુ કે “અમે આશા રાખીએ છીએ કે શંકાસ્પદ ઇમેઇલ રિપોર્ટિંગ સર્વિસની સફળતાથી ગુનેગારો આવા કૌભાંડો રોકતા અટકશે. પરંતુ જો તમને એવો કોઈક શંકાસ્પદ ઇમેઇલ મળે જે યોગ્ય ન લાગતો હોય તો તેને [email protected] પર ફોરવર્ડ કરવા વિનંતી છે. વાચકોને આ ઇમેઇલ નોંધી રાખવા અને તેનો ઉપયોગ કરવા નમ્ર વિનંતી છે.  એનસીએસસીનો સ્વચાલિત પ્રોગ્રામ તરત જ જે તે સાઇટની માન્યતાનું પરીક્ષણ કરશે અને કોઈપણ સાઇટ્સ ફિશિંગ સ્કેમ્સ હોવાનું માલુમ પડતાં તરત જ દૂર કરવામાં આવશે.

આ અભિયાન અંતર્ગત ઑનલાઇન સલામત રહેવા માટે છ પગલાં ભરવા જણાવ્યુ છે. સચેત નાગરીકોએ 5,000 શંકાસ્પદ ઇમેઇલની જાણ કરવામાં આવી હતી. કેટલાક ઇમેઇલમાં ગઠીયાઓએ કોરોનાવાયરસ સંબંધિત સેવાઓ આપતા હોવાનુ જણાવ્યુ હતુ.’’

સિટી ઓફ લંડન પોલીસ, નેશનલ લીડ ફોર ફ્રોડના કમાન્ડર કેરેન બેક્સ્ટરે કહ્યું હતુ કે “આ નવી સેવાથી લોકો ગુનેગાર પાસેથી પાવર પાછો લઈ શકે છે. આ સેવા પોલીસને આ કૌભાંડી ઇમેઇલ્સ મોકલનાર જવાબદાર લોકોની શોધ કરવામાં અને તેમને ન્યાય અપાવવામાં સહાય કરશે. લોકોએ પૈસા ગુમાવ્યા હોય તો તેમણે તેમની બેંકને જણાવવું જોઈએ.