ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામને મંગળવાર, પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં 2022-23ના નાણાકીય વર્ષનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. (PTI Photo/Kamal Singh) (PTI02_01_2022_000020B)

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પોતાના બજેટ પ્રવચનમાં ભારતની પાંચ નદીઓને જોડવાના એક પ્રોજેક્ટની દરખાસ્ત કરી છે. નાણાપ્રધાને જણાવ્યું હતું વિગતવાર પ્રોજેક્ટ રીપોર્ટનો મુસદ્દો તૈયાર થઈ ગયો છે અને લાભાર્થી રાજ્યોમાં સર્વસંમતી બાદ આ પ્રોજેક્ટના અમલમાં કેન્દ્ર સરકાર સપોર્ટ આપશે.

આ પ્રોજેક્ટ હેઠળ ગોદાવારી-ક્રિષ્ણા, ક્રિષ્ના-પેન્નાર અને પેન્નાર-કાવેરી, દમણગંગા-પિજલ અને તાપી-નર્મદા નદીઓને જોડવાની યોજના છે. તાપી-નર્મદા નદીના પ્રોજેક્ટનો હેતુ કચ્છ અને સૌરાષ્ટ્રને પાણી પૂરી પાડવાનો છે. તેનાથી ઉત્તર મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટ અને દક્ષિણ ભારતના સાત જળાશયોમાંથી વધારાને પાણીને કચ્છ સૌરાષ્ટ્રમાં લાવી શકાશે.

ક્રિષ્ના ભારતની સૌથી ક્રમની સૌથી મોટી નદી છે. જે મહારાષ્ટ્રના મહાબળેશ્વરમાંથી ઉદભવે છે તથા મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગણા અને આંધ્રપ્રદેશમાં વહે છે. કોવેરી નદી કર્ણાટક અને તમિલનાડુમાંથી પસાર થાય છે. પેન્ના નદી કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાંથી પસાર થાય છે. ભારતની ત્રીજા ક્રમની સૌથી મોટી નદી ગોદાવરી નાશિકામાંથી ઉદભવે છે તથા મહારાષ્ટ્ર, તેલંગણા, આંધ્ર, છત્તીસગઢ અને ઓરિસ્સામાંથી પસાર થાય છે.