A drunk man urinated on a woman on Air India's New York-Delhi flight
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને પગલે ભારત સરકારે એક વાર ફરીથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર લગાવાયેલા પ્રતિબંધને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવાનો રવિવારે નિર્ણય કર્યો હતો, એમ એવિયેશન રેગ્યુલર DGCAએ એક પરિપત્ર જારી કરીને જણાવ્યું હતું.

આ પરિપત્ર અનુસાર ફ્લાઇટ પરનો આ પ્રતિબંધ માત્ર પેસેન્જર્સ ફ્લાઈટ પર જારી રહેશે. તેનાથી આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઈટ પ્રભાવિત થશે નહીં. આ સિવાય, DGCA તરફથી જે રૂટ્સ પર ફ્લાઈટને મંજૂરી મળી છે તેની પર પણ આ નિયમ લાગુ થશે નહીં. DGCAએ કહ્યું છે કે કેટલીક સિલેક્ટેડ રૂટસ પર પહેલાથી જ શેડ્યુલ કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પહેલાની જેમ પોતાની ફ્લાઈટ જારી રાખી શકશે.

કોરોના સંકટને ધ્યાનમાં રાખતા સરકારે ગયા વર્ષે 23 માર્ચ 2020થી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવ્યો હતો ત્યારથી અત્યાર સુધી આ પ્રતિબંધ જારી છે. જોકે કેટલાક સમય પહેલા કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો નોંધાયા બાદ સરકારે થોડી રાહત આપતા આંતરરાષ્ટ્રીય કાર્ગો વિમાનની અવર જવર સાથે કેટલાક રૂટ્સ પર પેસેન્જર વિમાનના સંચાલનની પણ પરવાનગી આપી છે. ભારત સરકાર અને કેટલાક દેશો વચ્ચે એર બબલને લઈને કરાર છે, જેના કારણે આ દેશો વચ્ચે કોરોનાના નક્કી દિશા-નિર્દેશોનુ પાલન કરતા ફ્લાઈટ સંચાલિત કરવામાં આવી રહી છે.