પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકામાં ગુરુવારે વધુ એક ભારતીય મૂળના વિદ્યાર્થીનું મોત થયું હતું. એક મહિનામાં અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીના મોતનો આ ચોથો કિસ્સો છે. 19 વર્ષીય શ્રેયસ રેડ્ડી બેનિગરી ઓહાયોમાં લિન્ડનર સ્કૂલ ઓફ બિઝનેસનો વિદ્યાર્થી હતો. શ્રેયસના માતા-પિતા હૈદરાબાદમાં રહે છે, પરંતુ તેમની પાસે અમેરિકન પાસપોર્ટ છે.

ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ગુરુવારે જણાવ્યું હતું કે સિનસિનાટીની લિન્ડનર સ્કૂલ ઓફ બિઝનેસના વિદ્યાર્થી શ્રેયસ રેડ્ડી બેનિગેરીના મૃત્યુમાં હાલના તબક્કે કંઇ શંકાસ્પદ લાગતું નથી. આ ઘટનાની વધુ વિગતો જારી કર્યા વગર કોન્સ્યુલેટે એક્સ (ટ્વીટર) પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઓહાયોમાં ભારતીય મૂળના વિદ્યાર્થી શ્રેયસ રેડ્ડી બેનિગરીના કમનસીબ નિધનથી ખૂબ જ દુઃખી છું. હાલમાં પોલીસ તપાસ ચાલુ છે. કોન્સ્યુલેટ પરિવારના સંપર્કમાં છે અને તેમને તમામ શક્ય સહાયતા આપી રહી છે. ભારતમાં બેનિગેરીના પરિવારને આ દુર્ઘટના વિશે જાણ કરવામાં આવી છે અને એવું માનવામાં આવે છે કે તેના પિતા ટૂંક સમયમાં ભારતથી આવે તેવી અપેક્ષા છે.

અમેરિકાની પ્રતિષ્ઠિત પરડ્યુ યુનિવર્સિટીમાં ડબલ મેજરનો અભ્યાસ કરી રહેલા ભારતીય મૂળના વિદ્યાર્થી નીલ આચાર્ય યુનિવર્સિટી એરપોર્ટ નજીક મૃત હાલતમાં મળી આવ્યાના થોડા દિવસો બાદ આ ઘટના બની હતી. અગાઉ 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થી વિવેક સૈની પર જ્યોર્જિયા રાજ્યના લિથોનિયા શહેરમાં એક બેઘર ડ્રગ એડિક્ટ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

અન્ય ભારતીય-અમેરિકન વિદ્યાર્થી 18 વર્ષીય અકુલ બી ધવન યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ અર્બના-ચેમ્પેનમાં ગયા મહિને હાઇપોથર્મિયાના સંકેતો સાથે મૃત હાલતમાં મળી આવ્યો હતો.

 

LEAVE A REPLY

four + eight =