
ક્રિસ્ટીઝ લંડન 28 ઓક્ટોબરના રોજ હાલના નામદાર આગા ખાનના પરકાકા, પ્રિન્સ સદરુદ્દીન અને પ્રિન્સેસ કેથરિન આગા ખાનના ખાનગી સંગ્રહમાંથી 90 થી વધુ ભારતીય, ઈરાની અને ઓટ્ટોમન કલાકૃતિઓની હરાજી કરનાર છે.
આ કૃતિઓ સ્વર્ગસ્થ રાજકુમારે 1960ના દાયકાના સંગ્રહને હાર્વર્ડ વિદ્વાન સ્ટુઅર્ટ કેરી વેલ્ચના માર્ગદર્શન હેઠળ એકત્રિત કર્યો હતો.
ભૂતપૂર્વ યુએન હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ પ્રિન્સ સદરુદ્દીન (1933-2003)એ જિનીવા લેક પર ચેટો ડી બેલેરીવ ખાતે એક સાંસ્કૃતિક સ્વર્ગ બનાવ્યું હતું. જેમાં ઇસ્લામિક વારસા અને યુરોપિયન ભવ્યતાનું મિશ્રણ કરવામાં આવ્યું હતું. હાઇલાઇટ્સમાં મુહમ્મદ અલી દ્વારા 17મી સદીના મુઘલ અશ્વારોહણ ચિત્ર, રેઝા અબ્બાસીના સફાવિડ લઘુચિત્રો અને કોલોનીયલ ભારતને દર્શાવતી ફ્રેઝર આલ્બમમાંથી કૃતિઓનો સમાવેશ થાય છે.
તેમના સંગ્રહનો મોટાભાગનો ભાગ હવે ટોરોન્ટોના આગા ખાન મ્યુઝિયમમાં રખાયો છે અને £10,000થી લઈને £800,000 થી વધુની કિંમતની આ કૃતિઓ કલા, ઇતિહાસ અને સંરક્ષણ માટે સમર્પિત વૈશ્વિક જીવનની ઝલક આપે છે.











