ગુજરાતમાં સોમવારે કોરોના વાઇરસના નવા 1,681 કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 71 દિવસમાં સૌથી ઓછા દૈનિક કેસ છે. રાજ્યમાં એક દિવસમાં 18 દર્દીઓનાં મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 9,833 થયો હતો. અમદાવાદમાં નવા 270 કેસ નોંધાયા હતા અને 4નાં મોત થયા હતા, જ્યારે વડોદરામાં નવા 327 કેસ નોંધાયા હતા અને 3નાં મોત થયા હતા. સુરતમાં નવા 217 કેસ અને 2નાં મોત થયા હતા.

સરકારે સોમવારે સાંજે જારી કરેલા ડેટા મુજબ છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 4,721 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યનો રિકવરી રેટ વધીને 94.79 ટકા થયો હતો. રાજ્યમાં કોરોનાના કુલ કેસોનો આંક 8,05,525 થયો હતો, જેમાંથી 7,66,991 દર્દીઓએ કોરોનાને માત આપી છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 32,345 થઈ હતી, જેમાંથી 496 દર્દીઓ વેન્ટિલેટર પર હતા.

જામનગરમાં કોરોનાના નવા 65 કેસ, જૂનાગઢમાં 88, ભાવનગરમાં 22, ગાંધીનગરમાં 21 કેસ, પોરબંદરમાં 71, ગીર સોમનાથમાં 45, નવસારીમાં 44 કેસ, ભરૂચમાં 41, આણંદમાં 36, પંચમહાલમાં 34 કેસ, ખેડામાં 33, વલસાડમાં 32, બનાસકાંઠામાં 30 કેસ નોંધાયા હતા.