રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ હવે બેકાબૂ બન્યો છે. સતત વધી રહેલા કેસોની વચ્ચે રાજ્યમાં મંગળવારે કોરોના વાયરસના કુલ સંક્રમિત કેસનોની સંખ્યા વધી છે. રાજ્યમાં નવી ડિસ્ચાર્જ પોલીસી અમલમાં આવ્યા બાદ 446 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ પોઝિટિ કેસની સંખ્યા વધીને 8904 થઈ છે.

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ જણાવ્યું કે ગુજરાતમાં મંગળવારે કોરોનાના 362 નવા કેસ નોંધાયા છે અને 24 દર્દીના મોત થયા છે, જ્યારે 466 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 8,904 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 537 થયો છે. તેની સાથે સાથે અત્યાર સુધીમાં 3,246 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

રાજ્યમાં મંગળવારે અમદાવાદમાં 267, વડોદરામાં 27, સુરતમાં 30,ભાવનગરમાં 2, ભરૂચમાં 1, ગાંધીનગરમાં 3, પાટણમાં 2, છોટાઉદેપુરમાં 3, કચ્છમાં 6, મહેસાણામાં 7, ગીર સોમનાથમાં 5, ખેડામાં 3, જામનગરમાં 1, સાબરકાંઠામાં 1, અરવલ્લીમાં 1, મહીસાગરમાં 2, દેવભૂમિદ્વારકામાં 1 એમ મળીને કુલ 362 કેસ નોંધાયા છે. આમ કુલ મળીને રાજ્યમાં 24 કલાકમાં 362 કેસ નોંધાયા છે.

રાજ્યમાં મંગળવારે અમદાવાદમાં 21 મોત થયા છે જેમાં 13 પુરૂષ અને 8 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકોટમાં એક, સુરતમાં એક અને વડોદરામાં એક મળીને કુલ 24 મોત થયા છે. મૃતકોમાં 16 પુરૂષ અને 8 મહિલાઓનો સમાવેશ થાય છે.